05 July, 2024 12:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મહારાષ્ટ્રના મેડિકલ એજ્યુકેશન મિનિસ્ટર હસન મુશરીફે મુંબઈમાં નવી મેડિકલ કૉલેજ શરૂ કરવાની ગઈ કાલે જાહેરાત કરી હતી. આ મેડિકલ કૉલેજ ક્રૉફર્ડ માર્કેટ પાસેના ધોબીતળાવ ખાતે આવેલી ગોકુલદાસ તેજપાલ (GT) હૉસ્પિટલના પરિસરમાં શરૂ કરવામાં આવશે. મેડિકલ કૉલેજ ૨૦૨૪-’૨૫ના ઍકૅડેમિક વર્ષ એટલે કે આ વર્ષથી શરૂ થઈ જશે. હસન મુશરીફે એ વિશે વિધાનસભામાં ગઈ કાલે કહ્યું હતું કે ‘નવી મેડિકલ કૉલેજ શરૂ કરવાનો નિર્ણય ૨૦૧૨ની ૩૧ ડિસેમ્બરે લેવામાં આવ્યો હતો. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચે પરવાનગી આપી દીધી છે એટલે આ વર્ષથી જ કૉલેજ શરૂ થઈ જશે. આ વર્ષે ૫૦ સ્ટુડન્ટ્સને ઍડ્મિશન આપવામાં આવશે. બાદમાં ધીમે-ધીમે બેઠકોમાં વધારો કરવામાં આવશે.’