નવી મુંબઈમાં એક્સાઇઝ ડિપાર્ટમેન્ટે એક કરોડના ગાંજા સાથે બે જણને ઝડપ્યા

15 June, 2024 09:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તળોજા પોલીસ હવે એ જાણવાની કોશિશ કરી રહી છે કે તેમણે આ ગાંજો ક્યાંથી મેળવ્યો હતો અને કોને ડિલિવર કરવાનો હતો.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

એક્સાઇઝ ડિપાર્ટમેન્ટની ફ્લાઇંગ સ્ક્વૉડે બુધવારે નવી મુંબઈના તળોજામાં એક કારમાંથી ૪૧૪ કિલો ગાંજો જપ્ત કર્યો હતો. એક્સાઇઝ ડિપાર્ટમેન્ટે આ સંદર્ભે કારમાં પ્રવાસ કરી રહેલા સાયન-કોલીવાડામાં રહેતા આરિફ શેખ અને પરવેઝ શેખની ધરપકડ કરી હતી. તેમની પાસેથી મળી આવેલા ગાંજાની​ કિંમત એક કરોડ રૂપિયા થાય છે. તળોજા પોલીસે આ સંદર્ભે બન્ને સામે નાર્કોટિક ડ્રગ્સ ઍન્ડ સાઇકોટ્રૉપિક સબ્સ્ટન્સિસ ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. તળોજા પોલીસ હવે એ જાણવાની કોશિશ કરી રહી છે કે તેમણે આ ગાંજો ક્યાંથી મેળવ્યો હતો અને કોને ડિલિવર કરવાનો હતો.

mumbai news mumbai navi mumbai mumbai crime news