22 August, 2026 09:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિસિટી સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) અન્ડરટેકિંગ દ્વારા મંગળવારથી તેમની વિલંબિત માગણીઓ પૂરી કરાય એ માટે બેમુદત ઉપોષણ શરૂ કરવામાં આવ્યું હતું, જે હવે પાછું ખેંચી લેવામાં આવ્યું છે. BEST સમિતિનાં અધ્યક્ષ તૃષ્ણા વિશ્વાસરાવ દ્વારા મધ્યસ્થી કરવામાં આવતાં BEST યુનિયનના સરચિટણીસ શશાંક રાવે BEST વર્કર્સ યુનિયન દ્વારા જાહેર કરવામાં આવેલું ઉપોષણ પાછું ખેંચી લીધું છે. ઉલ્લેખનીય છે કે BEST વર્કર્સ યુનિયન દ્વારા ૩ પ્રમુખ માગણીઓ પ્રશાસન સમક્ષ મૂકવામાં આવી હતી. કર્મચારીઓના વેતન-કરાર, સાતમા વેતનપંચની જોગવાઈઓ અનુસાર મૂળ વેતનની રચના સહિતની માગણીઓ સાથે આ ઉપોષણ શરૂ કરવામાં આવ્યું હતું. આ મામલે તૃષ્ણા વિશ્વાસરાવે યુનિયનના સભ્યો સાથે ચર્ચા કરીને નિવેડો લાવવાનું આશ્વાસન આપતાં ઉપોષણ પાછું ખેંચવામાં આવ્યું હતું.