ગોરેગામમાં ત્રેવીસમા માળેથી કૂદીને ટીનેજરે આત્મહત્યા કરી

17 August, 2025 07:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક મહિનામાં આ જ કૉમ્પ્લેકસમાં વિદ્યાર્થીની આત્મહત્યાનો આ બીજો બનાવ બન્યો છે

પ્રતીકાત્મક તસવીર

ગોરેગામ-ઈસ્ટના હાઇરાઇઝ બિલ્ડિંગ ઑબરૉય સ્ક્વેર કૉમ્પ્લેકસના ત્રેવીસમા માળેથી કૂદીને ૧૭ વર્ષની એક ટીનેજરે આત્મહત્યા કરી હોવાનો બનાવ બન્યો છે. એક મહિનામાં આ જ કૉમ્પ્લેકસમાં વિદ્યાર્થીની આત્મહત્યાનો આ બીજો બનાવ બન્યો છે. ગુરુવારે વહેલી સવારે અગિયારમા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીએ ઑબરૉય સ્ક્વેર કૉમ્પ્લેકસની C વિંગના ત્રેવીસમા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. અગાઉ આ જ કૉમ્પ્લેકસની A વિંગમાંથી કૂદીને એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હતી. પોલીસે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

suicide goregaon mumbai mumbai news news