પંદરમા માળે પહોંચી ગયેલા કૂતરાને વૉચમૅને ભગાવ્યો, શ્વાન ડરીને કૂદ્યો અને મરી ગયો

28 June, 2025 06:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ બાબતની કોઈ ફરિયાદ હજી સુધી પોલીસને મળી નથી તેમ જ વૉચમૅન અને બિલ્ડિંગનું નામ પણ હજી જાણી શકાયું નથી.

પંદરમા માળે કૂતરાને ભગાડતો વૉચમૅન.

કાંદિવલીના એક બિલ્ડિંગમાં રખડતો કૂતરો ૧૫ માળ ચડીને ઉપર આવી ગયો હતો. વૉચમૅને એને  લાકડીથી મારીને ભગાડવા માટે એનો પીછો કર્યો તો કૂતરો ગભરાઈને બારીમાંથી નીચે કૂદી ગયો હતો અને ત્યાં જ એનો જીવ ગયો હતો. CCTV કૅમેરામાં કેદ થયેલો વિડિયો વાઇરલ થયો હતો.

વિડિયોમાં દેખાય છે કે કૂતરો દાદરા ચડીને પંદરમા માળે આવી ગયો હતો. એને ભગાડવા માટે ત્યાં હાજર વૉચમૅને લાકડી ઉગામી હતી એથી ભાગીને એ બારી પાસે મૂકેલી શૂ-રૅક પર ચડી ગયો હતો. વૉચમૅને એનો પીછો કરતાં ગભરાઈને એણે બારીમાંથી ઝંપલાવી દીધું હતું. આટલી ઊંચાઈએથી પડતાં ઘટનાસ્થળે જ કૂતરાએ જીવ ગુમાવ્યો હતો. ૧૮ જૂનની આ ઘટના CCTV કૅમેરામાં કેદ થઈ છે. વિડિયો વાઇરલ થતાં અનેક લોકોએ આ ઘટનાની ટીકા કરી છે, પરંતુ આ બાબતની કોઈ ફરિયાદ હજી સુધી પોલીસને મળી નથી તેમ જ વૉચમૅન અને બિલ્ડિંગનું નામ પણ હજી જાણી શકાયું નથી.

mumbai news mumbai kandivli Crime News mumbai crime news