મધ્ય રેલવેમાં સ્પેશિયલ ટીમની એન્ટ્રી સાથે ક્રાઈમની થશે એક્ઝિટ

08 May, 2024 02:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Special Team in Local Train: 28 એપ્રિલે કેટલાક યુવાનોએ નાનાકડા કારણસર વિવાદ થતાં એક વૃદ્ધ પર ચાકુ વડે હુમલો કર્યો હતો

પ્રતિકાત્મક તસવીર (મિડ-ડે)

મુંબઈ ડિવિઝનના મધ્ય રેલવેમાં (Special Team in Local Train) રાતના સમયમાં થતાં ગુનાઓ અને અપરાધોમાં મોટો વધારો થયો છે. 28 એપ્રિલે કેટલાક યુવાનોએ નાનાકડા કારણસર વિવાદ થતાં એક વૃદ્ધ પર ચાકુ વડે હુમલો કર્યો હતો. તેવી જ રીતે એક યુવાનને ચાલતી ટ્રેનમાંથી બહાર ફેંકી દેવાની પણ ચોંકાવનારી ઘટના મધ્ય રેલવેમાં બની હતી. લોકસભાની ચૂંટણીને લીધે રેલવે સ્ટેશન અને પરિસરમાં ફરજ બજાવતા મોટાભાગના આરએફપી પોલીસ જવાનો ચૂંટણીના કામોમાં વ્યસ્ત છે. જોકે આ અપરાધોને રોકવા માટે રેલવે પ્રશાસને ટ્રેનોમાં, પ્લેટફોર્મ પર અને ભીડના સમયે સ્ટેશન પરિસરમાં પ્રવાસીઓની સુરક્ષા કરવા માટે એક સ્પેશિયલ ટીમ તૈયાર કરી છે. રેલવેની આ સ્પેશિયલ ટીમે ટ્રેનોમાં મોબાઇલ ચોરી કરતાં અનેક ચોરોને પણ પકડ્યા છે, એવી માહિતી રેલવે દ્વારા જાહેર કરવામાં આવી છે.

રેલવે પ્રશાસન દ્વારા બનાવવામાં આવેલી સ્પેશિયલ ટીમ પેટ્રોલીંગ (Special Team in Local Train) દરમિયાન શંકાના આધારે લોકો પર નજર રાખે છે. આ દરમિયાન પેટ્રોલીંગ કરતી ટીમે પ્રવાસીઓના બેગ અને ખીંચામાંથી મોબાઈલની ચોરી કરતાં અમુક લોકોને રંગે હાથ પકડ્યા હતા, તેમ જ રાતના સમયમાં સ્ટેશન પર માદક પદાર્થનું વ્યસન કરતાં અનેક લોકો સામે પણ કાર્યવાહી કરી તેમની ધરપકડ કરવામાં આવી રહી છે. આ ધરપકડ કરવામાં આવેલા દરેક લોકોનું બાયોમેટ્રિક ચેક કરવામાં આવે છે. તેમ જ અનેક લોકો પાસે આધાર કાર્ડકે કોઈ ઓળખ પણ નહોતી, જેથી રેલવેએ તેમનો રેકોર્ડ રાખવા માટે આરપીએફ જવાનોની મદદથી તેમનું આધાર કાર્ડ પણ બનાવવામાં આવ્યું હતું.

રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે મધ્ય રેલવેના (Special Team in Local Train) લોકલ કોરિડોરમાં નજર રાખવા માટે ચાર સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ છત્રપતિ શિવાજી મહારાજ (CSMT)થી ઘાટકોપર, ઘાટકોપરથી કલ્યાણ તેમ જ હાર્બર લાઇનમાં સીએસએમટીથી માનખુર્દ અને માનખુર્દથી પનવેલ આ સ્ટેશનો વચ્ચે તહેનાત કરવામાં આવી છે. ચાર લોકોની આ સ્પેશિયલ ટીમ બે શિફ્ટમાં કામ કરે છે અને તેઓ ભીડના સમયમાં વિશેષ ધ્યાન આપે છે. 26 એપ્રિલથી બીજી મે સુધી આ સ્પેશિયલ પેટ્રોલીંગ ટીમે બે હજાર કરતાં વધુ લોકો સામે કાર્યવાહી કરી છે અને 3.66 લાખ રૂપિયાનો દંડ પણ વસૂલ કર્યો છે.

મુંબઈમાં પ્રવાસીઓની સંખ્યા (Special Team in Local Train) સામે પોલીસ દળના જવાનોની સંખ્યા ખૂબ જ ઓછી છે. ટ્રેનોમાં પ્રવાસીઓની સુરક્ષા મટે એમએસએફ અને હોમગાર્ડ્સ જેવી એજન્સીઓ સાથે કરાર કરવામાં આવે છે. રેલવેને વધુ સુરક્ષિત બનાવવા સ્ટેશન પરિસરમાં અને પ્લેટફોર્મ પણ લોકોના ચહેરાની ઓળખ કરતાં સીસીટીવી કૅમેરા પણ  મદદથી પણ  બેસાડવામાં આવ્યા છે, જે અપરાધીઓની ઓળખ કરવામાં આરપીએફને મદદ કરશે. આ કૅમેરાની મદદથી સ્પેશિયલ ટીમ પણ સ્ટેશન પરિસરમાં અને પ્લેટફોર્મ પર સતત સર્વે કરી રહી છે. આ સાથે, રેલવે પરિસરમાં ટિકિટ વગર ફરતા લોકો તેમ જ દિવ્યાંગ કોચમાં ગેરકાયદેસર રીતે બેસનાર લોકો સામે પણ આરપીએફની વિશેષ ટીમ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, એવું અધિકારીએ કહ્યું હતું.

mumbai local train mumbai trains railway protection force central railway mumbai news mumbai