બીકેસીના વૅક્સિનેશન સેન્ટરમાં હીરાવાળા માટે ખાસ વ્યવસ્થા

04 April, 2021 09:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોમવારથી શનિવાર દરમ્યાન સવારે ૯થી સાંજના પાંચ વાગ્યા દરમ્યાન આપવામાં આવશે વૅક્સિન

બીકેસી જમ્બો કોવિડ સેન્ટરની ફાઇલ તસવીર (તસવીર: અનુરાગ આહિરે)

બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં આવેલા હીરાબજાર - ભારત ડાયમન્ડ બુર્સના સભ્યો અને તેમના જીવનસાથી માટે બુર્સ તરફથી બીકેસી જમ્બો કોવિડ સેન્ટરમાં વૅક્સિન લેવા એન્ટ્રીની ખાસ ગોઠવણ કરવામાં આવી છે. એ માટેની ઍડ્વાઇઝરી બુર્સ તરફથી ગઈ કાલે બહાર પાડવામાં આવી હતી. એમાં કહેવાયું છે કે સોમવારથી શનિવાર દરમ્યાન સવારે ૯થી સાંજના પાંચ વાગ્યા દરમ્યાન બુર્સના સભ્યો અને તેમના જીવનસાથી જેમની ઉંમર ૪૫ વર્ષ કરતાં વધુ છે તેમને આસાનીથી કોવિશીલ્ડ વૅક્સિન મળી રહે એ માટે બુર્સ દ્વારા બીકેસી જમ્બો સેન્ટર સાથે વિશેષ ગોઠવણ કરવામાં આવી છે. જો કોઈ સભ્ય એનો લાભ લેવા માગતો હોય તો તેણે બુર્સ દ્વારા અપાયેલી લિન્ક પર ફૉર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે. એનું લિસ્ટ બુર્સ દ્વારા તેમને આપવામાં આવશે. તે સભ્યોએ કો-વિન ઍપ પર રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર નહીં રહે. લિસ્ટમાં નોંધાવાયેલા સભ્યોને ટાઇમ અને ડેટ અલૉટ કરાશે. સભ્યોએ વૅક્સિન લેવા જતી વખતે ઓરિજિનલ આધાર કાર્ડ લઈને જવાનું રહેશે.

coronavirus covid19 mumbai mumbai news bkc diamond market