13 July, 2023 09:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રી વિલે પાર્લે જૈન સંઘના ઉપક્રમે પૂ. શ્રી ધીરગુરુદેવની નિશ્રામાં રવિવારે સ્પંદન સમારોહ
શ્રી વિલે પાર્લે વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘના ઉપક્રમે પૂ. શ્રી. ધીરગુરુદેવની શુભનિશ્રામાં ક્વેસ્ટ ફાઉન્ડેશન પ્રેરિત નોખા-અનોખા સ્પંદન સમારોહનું આયોજન રવિવાર, ૧૬ જુલાઈના સવારે ૯.૩૦થી ૧૨.૩૦ વાગ્યે ઋતંભરા ટ્રસ્ટ, એમ. કે. સંઘવી કૉલેજ, ચંદન સિનેમાની પાસે, જુહુમાં કરવામાં આવ્યું છે. સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે તથા અતિથિ વિશેષ તરીકે મંગલપ્રતાપ લોઢા, આશિષ શેલાર, મહેન્દ્ર પારેખ, મહેશભાઈ ખોખાણી, પરાગભાઈ શાહ, ડૉ. દર્શિતાબહેન શાહ, અમિત સાટમ, પરાગ અળવણી, રજનીભાઈ બાવીસી, જિતુભાઈ મહેતા, બીનાબહેન દોશી તથા હેતલબહેન ગાલા હાજર રહેશે. સમારોહમાં મા સ્વામી દિવ્યાંગ મૈત્રી યોજનાનો શુભારંભ કરવામાં આવશે જેમાં મુંબઈ અને રાજકોટનાં દિવ્યાંગ ભાઈ-બહેનોને સ્વાવલંબી બનાવવા, ઉચ્ચ અભ્યાસ, મેડિકલ સારવાર અને જરૂરી સાધનોની ઉપલબ્ધિ માટે સહાય કરવામાં આવશે. ઉપરાંત ‘મા સ્વામીની પ્રેરણા’ પ્રકાશિત દિવ્યાંગજન ઃ સંવેદના અને પડકારની દુનિયા વિશેષાંકની લોકાર્પણ વિધિ કરવામાં આવશે.