મુંબઈમાં SIR પ્રક્રિયા શરૂ, BMCએ માગ્યો રાજકીય પક્ષનો સહયોગ

25 April, 2026 12:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મ્યુનિસિપલ કમિશનર અશ્વિની ભિડેએ ગઈ કાલે એ માટે વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી

ફાઇલ તસવીર

ઇલેક્શન કમિશન ઑફ ઇન્ડિયાના નિર્દેશ અનુસાર મુંબઈ સિટી અને સબર્બ્સ જિલ્લાઓમાં મતદારયાદીઓનું  સ્પેશ્યલ  ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) શરૂ થયું છે એમ BMCએ શુક્રવારે જણાવ્યું હતું. BMC દ્વારા ઇશ્યુ થયેલી એક રિલીઝમાં રાજકીય પક્ષો તેમ જ ચૂંટાયેલા પ્રતિનિધિઓને મુંબઈમાં SIRના અસરકારક અમલીકરણ માટે સહયોગ કરવા અપીલ કરવામાં આવી છે.

મ્યુનિસિપલ કમિશનર અશ્વિની ભિડેએ ગઈ કાલે એ માટે વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. તેમણે જણાવ્યું હતું કે ‘SIR કાર્યક્રમનો હેતુ ડુપ્લિકેટ એન્ટ્રીઓ, મૃત મતદારોનાં નામ અને ગેરકાયદે નોંધણીઓને દૂર કરીને મતદારયાદીઓને અપડેટ કરવાનો છે જેમાં સ્થળાંતર અને અન્ય ફેરફારનો સમાવેશ છે. મહારાષ્ટ્રએ છેલ્લે ૨૦૦૨ના વર્ષમાં SIR હાથ ધર્યું હતું.

brihanmumbai municipal corporation special intensive revision sir bmc election ashwini bhide mumbai mumbai news