14 December, 2025 11:18 AM IST | Latur | Gujarati Mid-day Correspondent
અંતિમ વિધિ
કૉન્ગ્રેસની સરકારમાં કેન્દ્રીય પ્રધાન રહી ચૂકેલા અને લોકસભામાં સ્પીકર તરીકે નિયુક્ત થયેલા શિવરાજ પાટીલનું શુક્રવારે સવારે ૯૦ વર્ષની જૈફ વયે તેમના વતન લાતુરમાં નિધન થયું હતું. ગઈ કાલે લાતુરથી ૬ કિલોમીટર દૂર વરવંટી ગામમાં આવેલા તેમના જ ખેતરમાં તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી. તેઓ લિંગાયત સમાજના હતા અને તેમના સમાજની પ્રથા મુજબ વ્યક્તિનું નિધન થતાં જ તેમનો આત્મા શિવમાં ભળી જાય છે. એથી તેમના શરીરને ધ્યાનમાં બેસેલી મુદ્રામાં દફનાવવામાં આવે છે. એ પ્રમાણે જ તેમની અંતિમ વિધિ પાર પાડવામાં આવી હતી. તેમની અંતિમ વિધિમાં કૉન્ગ્રેસના પ્રેસિડન્ટ મલ્લિકાર્જુન ખડગે, ડિફેન્સના રાજ્યસ્તરીય કેન્દ્રીય પ્રધાન સંજય સેઠ, મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ચીફ મિનિસ્ટર અશોક ચવ્હાણ અને કર્ણાટકના પ્રધાન ઈશ્વર ખંધારે હાજર રહ્યા હતા.