13 April, 2025 07:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દેવેન્દ્ર ફડણવીસ (ફાઈલ તસવીર)
હિન્દવી સ્વરાજના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજનો ઇતિહાસ સમજી શકાય, ઐતિહાસિક સ્થળની માહિતી મેળવી શકાય, કિલ્લા જોઈ શકાય અને રાજ્યની સંસ્કૃતિ સમજી શકાય એ માટે આઇકૉનિક રેલવે-ટૂરની ગઈ કાલે કેન્દ્રીય રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવ અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જાહેરાત કરી હતી.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘છત્રપતિ શિવાજી મહારાજ સર્કિટ-ટ્રેનના માધ્યમથી રાજ્યનાં ઐતિહાસિક સ્થળોની મુલાકાત કરી શકાશે. સર્કિટ-ટ્રેનની ટૂર ૧૦ દિવસની હશે. છત્રપતિ શિવાજી મહારાજના કિલ્લા અને સાંસ્કૃતિક સ્થળ સુધી રેલવે જશે. મહારાષ્ટ્ર અને મુંબઈનાં રેલવે-સ્ટેશનોના રીડેવલપમેન્ટના કામને રેલવેએ મંજૂરી આપી છે. પહેલા તબક્કામાં રાજ્યભરનાં ૧૩૨ રેલવે-સ્ટેશનોને રીડેવલપ કરવા સહિતનાં વિવિધ કામ કરવા માટે આ વર્ષે ૨૪,૦૦૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.’