શિવસેનાના યુવા નેતા આદિત્ય ઠાકરેએ મહારાષ્ટ્રીયન વિસ્તારોમાં યોજી રૅલી

26 April, 2019 10:03 AM IST  | 

શિવસેનાના યુવા નેતા આદિત્ય ઠાકરેએ મહારાષ્ટ્રીયન વિસ્તારોમાં યોજી રૅલી

મનોજ કોટકને વિજયી બનાવવા રૅલી

 મુંબઈના ભારતીય જનતા પાર્ટી (બીજેપી) અને શિવસેના મહાયુતિના ઉમેદવાર મનોજ કોટકની વિજયપથ તરફની કૂચ આગળ ધપી રહી છે. એ સમયે શિવસેનાના યુવા નેતા આદિત્ય ઠાકરેએ ગઈ કાલે ભાંડુપની આસપાસના મહારાષ્ટ્રીયન વિસ્તારોમાં મનોજ કોટકની રૅલીની આગેવાની લઈને મનોજ કોટકને મત આપવાની કાંજુરમાર્ગ અને ભાંડુપના રહેવાસીઓને અપીલ કરી હતી. જોકે આમ છતાં બીજેપીના સિનિયર કાર્યકરોએ ઘાટકોપર અને મુલુંડના ગુજરાતીઓને સોમવારે 29 એપ્રિલે તેમના બધા કાર્યક્રમ રદ કરીને મનોજ કોટકને મત આપવાની ગઈ કાલે ઘરે-ઘરે જઈને અપીલ કરી હતી.

ઘાટકોપર અને મુલુંડ બીજેપીના ગઢ સમા છે. આ ઉપનગરોમાં મનોજ કોટકને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસ, કેન્દ્રના કૃષિપ્રધાન પુરુષોત્તમ રૂપાલાની ઘાટકોપર અને મુલુંડની જાહેર સભાઓ, ગઈ કાલની આદિત્ય ઠાકરેની રૅલી તેમ જ પંકજા મુંડેની જાહેર સભા તથા આવતી કાલે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની જાહેર સભાથી મનોજ કોટક અને બીજેપીના કાર્યકરોમાં આત્મવિશ્વાસ વધ્યો છે. એમાં પણ શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરેએ શિવસૈનિકો સાથે કરેલી મીટિંગ પછી જે રીતે શિવસૈનિકોએ સ્લમ અને મહારાãષ્ટ્રયન વિસ્તારોમાં પ્રચારમાં જોશ ભરતાં ચૂંટણીનું પરિણામ એકતરફી થઈ રહ્યું હોવાનો સ્પષ્ટ અણસાર મનોજ કોટકને દેખાઈ રહ્યો છે.

 મનોજ કોટકે ગઈ કાલે ‘મિડ-ડે’ને આપેલી વિશેષ મુલાકાતમાં કહ્યું હતું કે ‘મારી જીત સુનિશ્વિત જ છે. ગુજરાતીઓએ મારી રૅલી અને પર્સનલ મુલાકાતમાં મને જબરદસ્ત પ્રતિસાદ આપ્યો છે. નરેન્દ્ર મોદીની સરકારનાં પાંચ વર્ષના કામથી સામાન્ય જનતા પ્રસન્નતા અનુભવી રહી છે. આ જ રીતે દેવેન્દ્ર ફડણવીસના સાડાચાર વર્ષના પફોર્ર્મન્સને કારણે જનતા 2014થી પણ વધુ મતોથી બીજેપીને વિજયી બનાવશે એમાં કોઈ શંકા નથી. મેં પણ ગ્રુપ-લીડર તરીકે મહાનગરપાલિકામાં શહેર અને ઉપનગરોની સમસ્યાનો પૂરો અભ્યાસ કયોર્ છે. એને લીધે કેન્દ્રને લગતા પ્રોજેક્ટોને વેગવંતા બનાવવામાં હું નરેન્દ્ર મોદીનો બહુ સહેલાઈથી સાથ-સહકાર મેળવી શકીશ. તેમના દેશના વિકાસ અને રાષ્ટ્રની સુરક્ષાના વિઝનને કારણે આ ચૂંટણીમાં પણ મોદીને ફરીથી જનતા વડા પ્રધાનપદે બેસાડીને દેશના ભવિષ્યને ઉજ્જ્વળ બનાવવા ઇચ્છે છે.’

 

આ પણ વાંચો: તાકતવર અને અમીર લોકોના રિમોટથી દેશની સુપ્રીમ ર્કોટ નહીં ચાલે : સુપ્રીમ

 

મારા અને અમારી પાર્ટીના વિજયમાં મને કોઈ શંકા નથી એમ જણાવતાં મનોજ કોટકે કહ્યું હતું કે ‘આમ છતાં આ જીતને સવોર્ત્તમ સરસાઈની જીત બનાવવા માટે ગુજરાતી મતદારો મહkવની ભૂમિકા ભજવી શકે છે. મારી પાસે અનેક ઉદાહરણો છે જેમાં અનેક ગુજરાતી પરિવારોએ આર્થિક નુકસાન ભોગવીને પણ તેમના બહારગામના તથા ફરવા જવાના કાર્યક્રમને રદ કર્યા છે. અનેક લોકો તો વિદેશથી આ વખતે તેમના મતનો ઉપયોગ કરવા સ્પેશ્યલી ઘાટકોપર અને મુલુંડમાં આવી રહ્યા છે જે દર્શાવે છે કે ‘મોદી-લહેર’માં તસુભરનો પણ ફરક નથી પડ્યો.’

Election 2019 aaditya thackeray shiv sena