ઓપરેશન સિંદૂરની ઉજવણી માટે શિવસેના અને ભાજપની મહારાષ્ટ્રમાં ભવ્ય તિરંગા રૅલીઓ

19 May, 2025 06:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ચંદ્રશેખર બાવનકુળેએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે ૧૬ થી ૨૦ મે દરમિયાન મહારાષ્ટ્રમાં ૧૫૦૦ થી વધુ `તિરંગા રૅલી`નું આયોજન કરવામાં આવશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે `તિરંગા` રૅલી ઉપરાંત, `સિંદૂર` રૅલીઓનું પણ આયોજન કરવામાં આવશે.

ત્રિરંગા રૅલી (તસવીર: X)

ભારત દ્વારા પાકિસ્તાન અને આતંકવાદ સામે ઑપરેશન સિંદૂરની સફળતા બાદ ભારતીય સશસ્ત્ર દળોને અતૂટ સમર્થન આપવા માટે રવિવારે મુંબઈમાં એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનાના નેતાઓએ નાગરિકો સાથે મળીને ઉત્સાહી તિરંગા રૅલી કાઢી હતી. આ રૅલીમાં પાર્ટીના કાર્યકરો, મંત્રીઓ અને લોકોની પણ ઉત્સાહપૂર્ણ ભાગીદારી જોવા મળી હતી અને દેશભક્તિના નારા અને રાષ્ટ્રધ્વજ લહેરાતા હતા. આ કાર્યક્રમમાં હાજર રહેલા મહારાષ્ટ્રના મંત્રી યોગેશ રામદાસ કદમે ભારતના સંરક્ષણ દળો માટે સામૂહિક સમર્થનના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.

આજે, શિવસેનાએ આ તિરંગા રૅલીનું આયોજન કર્યું છે, પરંતુ ફક્ત શિવસેનાના નેતાઓ જ નહીં, આ રૅલીમાં સામાન્ય લોકો પણ આપણા બહાદુર સશસ્ત્ર દળોને ટેકો આપવા માટે અમારી સાથે છે,” કદમે પત્રકારોને જણાવ્યું હતું. ગુરુવારે, મહારાષ્ટ્રના મંત્રી અને રાજ્ય ભાજપ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુળેએ ઑપરેશન સિંદૂરની સફળતા બાદ નાગપુરમાં આયોજિત `તિરંગા યાત્રા`નું નેતૃત્વ કર્યું હતું. ચંદ્રશેખર બાવનકુળેએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે ૧૬ થી ૨૦ મે દરમિયાન મહારાષ્ટ્રમાં ૧૫૦૦ થી વધુ `તિરંગા રૅલી`નું આયોજન કરવામાં આવશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે `તિરંગા` રૅલી ઉપરાંત, `સિંદૂર` રૅલીઓનું પણ આયોજન કરવામાં આવશે અને તેમાં તમામ NDA પક્ષોના સભ્યો ભાગ લેશે.

"આજથી ૨૦ મે સુધી મહારાષ્ટ્રમાં ૧૫૦૦ થી વધુ તિરંગા રૅલીઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગઈકાલે, CM દેવેન્દ્ર ફડણવીસે મુંબઈમાં તિરંગા રૅલીનું આયોજન કર્યું હતું. આ રૅલીઓમાં તમામ NDA પક્ષોના લોકો ભાગ લઈ રહ્યા છે. `સિંદૂર` રૅલીઓ પણ થશે. જનતા આપણા સશસ્ત્ર દળો અને રાષ્ટ્ર સાથે છે," ચંદ્રશેખર બાવનકુળેએ પત્રકારોને જણાવ્યું હતું.

મંગળવારથી શરૂ થયેલી ભાજપની `તિરંગા યાત્રા` ૨૩ મે સુધી ચાલુ રહેશે. બુધવારે, ભાજપે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને ઓડિશા જેવા રાજ્યોમાં `તિરંગા યાત્રા`નું આયોજન કર્યું હતું. અગાઉ, ઑપરેશન સિંદૂરની સફળતા બાદ ભારતીય સશસ્ત્ર દળોના સન્માનમાં ગુરુવારે શ્રીનગરમાં ભાજપના કાર્યકરોએ `તિરંગા યાત્રા`નું આયોજન કર્યું હતું.

આ ઉપરાંત, ઘણા કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપના વરિષ્ઠ નેતાઓ પોતે વિવિધ સ્થળોના યાત્રાનું નેતૃત્વ કરશે. ભાજપે ઑપરેશન સિંદૂરને રાજકીય ઇચ્છાશક્તિનો વિજય ગણાવ્યો છે અને કહ્યું છે કે ઑપરેશન સિંદૂર દ્વારા ભારતીય સેનાએ આતંકવાદ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. તમને જણાવી દઈએ કે આ તિરંગા યાત્રા 13  મે થી 23 મે દરમિયાન ભાજપના ઝંડા નીચે નહીં પણ તટસ્થ બૅનર હેઠળ કાઢવામાં આવશે. આ યાત્રામાં સામાન્ય નાગરિકો તેમજ વિવિધ સામાજિક સંગઠનોની વ્યાપક ભાગીદારી રહેશે. તેમનો ઉદ્દેશ્ય દેશભક્તિનો સંદેશ ફેલાવવાનો અને ઑપરેશન સિંદૂરની સિદ્ધિઓ લોકોને પહોંચાડવાનો છે.

operation sindoor bharatiya janata party shiv sena maharashtra news mumbai news mumbai ind pak tension