16 February, 2025 07:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નેતા ભાસ્કર જાધવ
વરિષ્ઠ નેતાઓ સતત ઉદ્ધવ ઠાકરેનો સાથ છોડી રહ્યા છે ત્યારે ઉદ્ધવસેનાના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ પ્રધાન ભાસ્કર જાધવે ગઈ કાલે કોંકણની મુલાકાત વખતે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘રાજન સાળવીએ અમારો સાથે છોડ્યો એટલે નહીં, પણ જે પદ્ધતિથી ચારે બાજુએથી ઘેરીને એક-એક કરીને નેતાઓને પડાવી લેવામાં આવી રહ્યા છે. આ વિશે ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે. બીજા રાજકીય પક્ષ અને શિવસેનામાં ફરક છે. શિવસેના આદેશ પર ચાલે છે. શિવસેના સળગી ગયેલા કોલસાની રાખ જેવી બની ગઈ છે. ફૂંક મારીને ફરી આગ પેટાવવાની જરૂર છે. બાળાસાહેબની સહાનુભૂતિ હજી પૂરી નથી થઈ. તેમના વિચાર આજે પણ સાથે છે. રાજન સાળવી ગયા એટલે કોંકણ હાથમાંથી ગયું એવું નથી. કોંકણમાં નવા દમથી યુવા કાર્યકરો ઊભા કરવાની જરૂર છે.’