08 November, 2026 01:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે હૉસ્પિટલમાંથી ઘરે જતા શરદ પવાર.
NCP-SPના પ્રમુખ શરદ પવારને શનિવારે મુંબઈની હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. ૮૫ વર્ષના શરદ પવારને છેલ્લા ૩ દિવસથી તેમના જ નિવાસસ્થાન નજીક આવેલી બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને ફેફસાંમાં ઇન્ફેક્શન થયું હોવા ઉપરાંત છાતીમાં તકલીફ થવાના કારણે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બ્રીચ કૅન્ડી હૉસ્પિટલના ડૉક્ટર પ્રતિત સમદાનીએ જણાવ્યું હતું કે ‘શરદ પવારની તબિયત હવે સારી છે અને એથી તેમને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. જોકે તેમને ઘરે ટ્રીટમેન્ટ આપવામાં આવશે. તેમને બ્રૉન્કાઇટિસનો અટૅક આવ્યો હતો અને તેમને છાતીમાં ઇન્ફેક્શન હતું. જોકે હવે તેમની તબિયત સારી છે.’
શરૂઆતમાં પુણેની રુબી હૉલ ક્લિનિકમાં શરદ પવારને દાખલ કરવામાં આવ્યા હતા. બીજી નવેમ્બરે તેમને દાખલ કરવામાં આવ્યા બાદ ૪ નવેમ્બરે ડિસ્ચાર્જ આપીને મુંબઈની બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.