નવી મુંબઈમાં સેક્સ-રૅકેટનો પર્દાફાશ

14 April, 2025 10:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આરોપીઓ સામે પનવેલ તાલુકા પોલીસ-સ્ટેશનમાં પ્રિવેન્શન ઑફ ઇમૉરલ ટ્રાફિકિંગ ઍક્ટ (PITA) અને ભારતીય ન્યાયસંહિતાની અન્ય કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

નવી મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચ હેઠળ આવતા ઍન્ટિ-હ્યુમન ટ્રાફિકિંગ સેલ (AHTC)એ શનિવારે પનવેલના કોનગાંવના નારપોલી વિસ્તારની એક હોટેલમાં રેઇડ પાડીને ત્યાં ચાલતા સેક્સ-રૅકેટનો પર્દાફાશ કર્યો હતો.

AHTCના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર પૃથ્વીરાજ ઘોરપડેએ કહ્યું હતું કે ‘અમને માહિતી મળી હતી કે એ હોટેલમાં સેક્સ-રૅકેટ ચાલે છે એટલે એ બાબતે પહેલાં ખાતરી કરવામાં આવી હતી. ત્યાર બાદ એક બનાવટી કસ્ટમરને ત્યાં મોકલીને સેક્સ-રૅકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. આ કેસમાં હોટેલના મૅનેજર અને બે અન્ય કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે અને પ્રોસ્ટિટ્યુશનના વ્યવસાયમાં ધકેલવામાં આવેલી ૬ યુવતીઓને છોડાવવામાં આવી છે. આ સેક્સ-રૅકેટ સાથે સંકળાયેલા ચોથા આરોપીની શોધ હાલ ચાલી રહી છે.’

આરોપીઓ સામે પનવેલ તાલુકા પોલીસ-સ્ટેશનમાં પ્રિવેન્શન ઑફ ઇમૉરલ ટ્રાફિકિંગ ઍક્ટ (PITA) અને ભારતીય ન્યાયસંહિતાની અન્ય કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

navi mumbai crime news mumbai crime news mumbai police mumbai crime branch panvel sexual crime news mumbai mumbai news