ધમકીઓ વચ્ચે સમીર વાનખેડેને આગામી સુનાવણી સુધી રાહત, કોર્ટે આપ્યો સમય

22 May, 2023 04:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

CBIએ આર્યન ખાન ડ્રગ્સ કેસ(Aaryan Khan Drugs Case)માં મુંબઈ NCB (Mumbai NCB)ના ભૂતપૂર્વ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે(Sameer Wankhede)વિરુદ્ધ ગુનાહિત કાવતરું અને ખંડણીનો કેસ નોંધ્યો છે.

સમીર વાનખેડે (ફાઈલ ફોટો)

CBIએ આર્યન ખાન ડ્રગ્સ કેસ(Aaryan Khan Drugs Case)માં મુંબઈ NCB (Mumbai NCB)ના ભૂતપૂર્વ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે(Sameer Wankhede)વિરુદ્ધ ગુનાહિત કાવતરું અને ખંડણીનો કેસ નોંધ્યો છે. આ મામલે સમીર વાનખેડેની શાહરૂખ ખાન સાથેની કથિત ચેટ સામે આવી છે. અને આર્યન ખાન કેસમાં મુંબઈની કોર્ટે સીબીઆઈને 3 જૂન સુધીમાં જવાબ દાખલ કરવા કહ્યું છે. આ મામલે આગામી સુનાવણી 8મી જૂને થવાની છે.

આવતા મહિને સુનાવણી હાથ ધરવામાં આવશે

નોંધનીય છે કે આર્યન ખાન કેસAaryan Khan Drugs Case)માં સમીર વાનખેડે પર આરોપો છે. આ કેસમાં કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. ક્રૂઝમાં ડ્રગ્સ સાથે સંકળાયેલા આર્યન ખાન કેસમાં મુંબઈની કોર્ટે સીબીઆઈને 3 જૂન સુધીમાં જવાબ દાખલ કરવા કહ્યું છે. કેસની આગામી સુનાવણી 8મી જૂને છે અને કોર્ટે ત્યાં સુધી સમીર વાનખેડેને વચગાળાની રાહત આપી છે. અને તાજેતરમાં સમીર વાનખેડેએ પોતે કહ્યું હતું કે તેની પત્ની અને તેને છેલ્લા ચાર દિવસથી ધમકીઓ મળી રહી છે.

ધમકીઓ મળી રહી છે

વાનખેડેએ આ મામલે કહ્યું, `મને અને મારી પત્ની ક્રાંતિ રેડકરને છેલ્લા 4 દિવસથી ધમકીઓ મળી રહી છે અને સોશિયલ મીડિયા પર અશ્લીલ મેસેજ આવી રહ્યા છે. આ અંગે હું આજે મુંબઈ પોલીસ કમિશનરને પત્ર લખીશ અને વિશેષ સુરક્ષાની માંગણી કરીશ.

આ પણ વાંચો: `ચિંતા ન કરશો, સામાન્ય લોકોને કોઈ સમસ્યા ન થાય એવી...` 2000ની નોટ પર RBI શું કહ્યું?

દસ્તાવેજ શેર કરી શકતા નથી
ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં જ્યારે સમીર વાનખેડેએ ચેટ એટેચ કરી હતી ત્યારે કોર્ટે અરજીકર્તા એનસીબીના પૂર્વ પ્રાદેશિક નિર્દેશક સમીર વાનખેડેને એમ પણ કહ્યું હતું કે આ સમય દરમિયાન સમીર વાનખેડે મીડિયા સાથે વાત કરી શકશે નહીં કે કોઈ પણ પ્રકારના દસ્તાવેજો શેર કરી શકશે નહીં. મીડિયા સાથે કે કોઈ પુરાવા સાથે છેડછાડ કરી શકે નહીં. બોમ્બે હાઈકોર્ટે એમ પણ કહ્યું કે જ્યારે પણ સીબીઆઈ સમીર વાનખેડેને પૂછપરછ માટે બોલાવે છે, ત્યારે તેણે તપાસ એજન્સી સમક્ષ હાજર થવું પડશે.

NCB gujarati mid-day mumbai news mumbai police aryan khan