03 August, 2025 08:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર
માલેગાંવ-બ્લાસ્ટ કેસમાં નિર્દોષ છૂટેલાં ભૂતપૂર્વ સંસદસભ્ય સાધ્વી પ્રજ્ઞાએ ગઈ કાલે ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ‘તપાસ-અધિકારીઓએ મારા પર ખૂબ દબાણ કર્યું હતું કે હું રામ માધવ સહિત ઘણા લોકોનાં નામ આપી દઉં. હું ગુજરાતમાં રહેતી હતી એટલે તે લોકોએ મને નરેન્દ્ર મોદીનું નામ આપવા માટે પણ ટૉર્ચર કરી હતી. યોગી આદિત્યનાથ, મોહન ભાગવત, ઇન્દ્રેશ કુમારનું નામ આપવા માટે પણ મને હેરાન કરવામાં આવી. ટૉર્ચરને લીધે મને ખૂબ શારીરિક પીડા સહન કરવી પડી, પણ હું જૂઠું ન બોલી, અડગ રહી.’
આશરે ૧૭ વર્ષ પછી સ્પેશ્યલ નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) કોર્ટ દ્વારા ૨૦૦૮માં થયેલા માલેગાંવ-બ્લાસ્ટ કેસના તમામ સાત આરોપીઓને નિર્દોષ છોડવામાં આવ્યા હતા.