16 April, 2025 11:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ પોલીસ-સ્ટેશનમાં ડાયમન્ડ વેચવા આપ્યા બાદ પેમેન્ટ ન કરનારા ૩ લોકો સામે ૩.૧૨ કરોડ રૂપિયાની ચીટિંગ કરવાની ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ બાંદરા-કુર્લા કૉપ્લેક્સમાં આવેલા ભારત ડાયમન્ડ બુર્સમાં ઑફિસ ધરાવતા વેપારીનો શાલિભદ્ર કોઠારીએ હીરા ખરીદવા માટે સંપર્ક કર્યો હતો. શાલિભદ્ર કોઠારીને હીરાના વેપારી ઓળખતા હતા એટલે ૨૦૨૩ના જુલાઈ મહિનામાં ૨.૦૩ કરોડ રૂપિયાની કિંમતના ૮ કૅરૅટ હીરાનું વેચાણ કર્યું હતું. થોડા દિવસમાં પેમેન્ટ કે હીરા પાછા આપવાનું શાલિભદ્ર કોઠારીએ કહ્યું હતું, પરંતુ તેણે પેમેન્ટ કે હીરા પાછા ન આપતાં તેની સામે ચીટિંગની ફરિયાદ નોંધવામાં આવી છે. આવી જ રીતે નિશિત મહેતા અને વિશાલ શાહે હીરાના એક વેપારી પાસેથી ૧.૦૯ કરોડ રૂપિયાના હીરા ખરીદ્યા બાદ પેમેન્ટ ન કરતાં તેમની સામે ચીટિંગની ફરિયાદ નોંધવામાં આવી છે. આ ત્રણેય આરોપીએ હીરાના અન્ય વેપારીઓને પણ છેતર્યા હોવાની શક્યતા હોવાથી પોલીસે તપાસ હાથ ધરી છે.