નાગપુર મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં અનામત ૫૦ ટકા કરતાં વધુ

18 December, 2025 09:08 AM IST  |  Nagpur | Gujarati Mid-day Correspondent

અનામત બેઠકો વધુમાં વધુ ૫૦ ટકા જ રાખી શકાય છે. રાજ્ય સરકારે સુધરાઈની ચૂંટણી માટે ૨૭ ટકા અનામત અધર બૅકવર્ડ ક્લાસ માટે રાખી છે.

પ્રતીકાત્મક તસવીર

નાગપુર મ્યુનિસિપલ કૉર્પોરેશન (NMC)ની ચૂંટણી ૧૫ જાન્યુઆરીએ થવાની છે ત્યારે ગઈ કાલે NMCના કમિશનર અભિજિત ચૌધરીએ કહ્યું હતું કે NMCમાં અનામત ૫૦ ટકાની નિર્ધારિત લિમિટ ક્રૉસ કરીને ૫૪ ટકા રહેશે. પત્રકાર-પરિષદને સંબોધતાં તેમણે કહ્યું હતું કે અનામત સંદર્ભે તેમને સ્ટેટ ઇલેક્શન કમિશન તરફથી કોઈ ચોક્કસ દિશાસૂચન મળ્યાં નથી.

અનામત બેઠકો વધુમાં વધુ ૫૦ ટકા જ રાખી શકાય છે. રાજ્ય સરકારે સુધરાઈની ચૂંટણી માટે ૨૭ ટકા અનામત અધર બૅકવર્ડ ક્લાસ માટે રાખી છે. કેટલાક એવા વિસ્તારો છે જ્યાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની વસ્તી વધુ છે. એથી તેમની બન્નેની મળીને જે અનામતની સંખ્યા થાય છે એ ૫૦ ટકા કરતાં વધી જાય છે એમ અભિજિત ચૌધરીએ જણાવ્યું હતું.   

mumbai news mumbai nagpur maharashtra news maharashtra