✕

દશેરાના દિવસે રેકૉર્ડ ૪૩૫ હાઉસિંગ પ્રોજેક્ટનું રજિસ્ટ્રેશન

25 October, 2026 01:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દશેરાના દિવસે મહારાષ્ટ્ર રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (MahaRera) દ્વારા રેકૉર્ડ ૪૩૫ હાઉસિંગ પ્રોજેક્ટનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.

પ્રતીકાત્મક તસવીર

દશેરાના દિવસે મહારાષ્ટ્ર રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (MahaRera) દ્વારા રેકૉર્ડ ૪૩૫ હાઉસિંગ પ્રોજેક્ટનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. મંજૂર કરાયેલા પ્રોજેક્ટમાં કુલ ૨૩,૭૧૯ કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે તથા ૩૨,૯૮૧ ફ્લૅટ બનાવવામાં આવશે. આ ઉપરાંત MahaReraએ ૩૨૦ પ્રોજેક્ટની ડેડલાઇન વધારવાની અરજીઓ પણ મંજૂર કરી હતી. આમાં જે ૬૦૯ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે એમાં ફેરફારની ડેવલપર દ્વારા કરવામાં આવેલી અરજી મંજૂર કરવામાં આવી હતી.
સૌથી વધુ રજિસ્ટ્રેશન મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR) ક્ષેત્રમાં હતાં. MMRમાં ૨૦૧ પ્રોજેક્ટને રજિસ્ટર કરવામાં આવ્યા હતા. પુણેમાં ૧૦, વિદર્ભમાં ૩૨, ખાનદેશમાં ૨૪ અને મરાઠવાડામાં ૮ પ્રોજેક્ટનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. દાદરા અને નગર હવેલીમાં અને દમણમાં પણ એક-એક પ્રોજેક્ટનું રજિસ્ટ્રેશન MahaRera દ્વારા કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ડેવલપરોને તેમના મંજૂર થયેલા પ્રોજેક્ટમાં કરેક્શન કૅટેગરી હેઠળ કોઈ ફેરફાર કરવા હોય, કોઈ સુધારાવધારા કરવા હોય તો એ પહેલાં MahaReraની મંજૂરી લેવી પડે છે. પ્રોજેક્ટ પૂરી કરવાની જે મુદત તેમણે પ્રોજેક્ટ રજિસ્ટર કરતી વખતે કરી હોય એ વધારવી હોય અને એક્સ્ટેન્શન જોઈતું હોય તો પણ તેમણે MahaReraની મંજૂરી લેવી પડે છે. 

ક્યારે કેટલા પ્રોજેક્ટની અરજી મંજૂર કરવામાં આવી?
 ૨૦૨૬ના એપ્રિલથી સપ્ટેમ્બર દરમ્યાન ૬૦૫૬ અરજીઓ મંજૂર કરવામાં આવી.
 ૨૦૬૫ અરજીઓ હાઉસિંગ પ્રોજેક્ટની.
 ૨૦૫૩ અરજીઓ ડેડલાઇન વધારવાની.
 ૨૩૭૭ અરજીઓ સુધારાવધારા અને ફેરફાર કરવાની.
 ૨૦૨૬માં ઑક્ટોબરમાં મંજૂર થયેલી અરજીઓ મળીને કુલ ૭૭૪૦ અરજીઓ મંજૂર કરવામાં આવી.

mumbai news mumbai maharera property tax real estate maharashtra