30 December, 2025 07:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે વિધાનસભ્ય પરાગ શાહે રાખી જાધવને BJPમાં પ્રવેશ અપાવ્યો હતો.
શરદ પવારના નેતૃત્વવાળી નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ને મોટો ફટકો પડ્યો છે. NCPનાં મુંબઈનાં પ્રેસિડન્ટ રાખી જાધવ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના ઇલેક્શન પહેલાં ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાઈ ગયાં હતાં. તેમણે વિધાનસભ્ય પરાગ શાહની ઉપસ્થિતિમાં BJPમાં પ્રવેશ કર્યો હતો. ૨૦૨૩ના જુલાઈમાં NCP તૂટી ત્યારે રાખી જાધવે શરદ પવારના ગ્રુપમાં રહેવાનો નિર્ણય કર્યો હતો પણ હવે સીટ-શૅરિંગ મુદ્દે અસંતોષને કારણે તેમણે પાર્ટીથી અલગ થવાનો નિર્ણય લીધો હતો એવી માહિતી મળી હતી. ત્રણ વખત કૉર્પોરેટર રહેલાં રાખી જાધવે BMCમાં NCP ગ્રુપનાં નેતા તરીકે પણ જવાબદારી નિભાવી હતી. હવે રાખી જાધવ ઘાટકોપરના વૉર્ડ-નંબર ૧૩૧માંથી BJPની ટિકિટ પર ચૂંટણી લડશે.