પુણેના દગડૂશેઠ હલવાઈ ગણપતિને મળી A કૅટેગરીના ટૂરિસ્ટ-સ્પૉટ તરીકે માન્યતા

18 May, 2026 07:19 AM IST  |  Pune | Gujarati Mid-day Correspondent

A કૅટેગરીમાં સમાવવાને કારણે હવે દગડૂશેઠ મંદિર પરિસરનો મોટા પાયે વિકાસ કરવામાં આવશે

દગડૂશેઠ હલવાઈ ગણપતિ

પુણેના શ્રીમંત દગડૂશેઠ હલવાઈ ગણપતિના લાખોની સંખ્યામાં ભાવિકો છે એટલું જ નહીં, દેશવિદેશમાંથી પણ અનેક લોકો એનાં દર્શન કરવા આવે છે. રાજ્ય સરકારે હવે એને ‘A’ કૅટેગરીના ટૂરિસ્ટ-સ્પૉટ તરીકે નોંધીને એનો વિકાસ કરવાનું નક્કી કર્યું છે. એથી આ પવિત્ર સ્થાનનો ટૂરિસ્ટની દૃષ્ટિએ પણ ઓવરઑલ વિકાસ કરવામાં આવશે એમ રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું છે. ગણેશોત્સવમાં ૧૦ દિવસ દરમ્યાન અંદાજે બે કરોડ જેટલા ભાવિકો આ ગણપતિનાં દર્શન કરે છે. એ સિવાય સામાન્ય દિવસોમાં પણ રોજ અંદાજે ૩૫,૦૦૦થી ૪૦,૦૦૦ ભાવિકો દર્શન કરવા આવતા હોય છે. A કૅટેગરીમાં સમાવવાને કારણે હવે દગડૂશેઠ મંદિર પરિસરનો મોટા પાયે વિકાસ કરવામાં આવશે. વધુ પ્રવાસીઓને સમાવવાની ક્ષમતા સાથે સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવશે.

mumbai news mumbai pune news pune religious places