Pune News:  થૂ.. થૂ.. કૉન્ડમવાળાં સમોસાં બાદ હવે બરફમાં મળ્યો મરેલો ઉંદર! પૂણેવાસીઓમાં ગભરાટ

10 April, 2024 09:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Pune News: જુન્નર તાલુકામાં આ ઘટના બની હતી. તમને જણાવી દઈએ કે અહીં મોટી માત્રામાં બરફનું ઉત્પાદન કરવામાં આવે છે.

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

પુણે શહેર (Pune News) અત્યારે ચર્ચામાં છે ત્યારે ફરી એકવાર અહીંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. તજતેરમાં જ અહીની એક કંપનીનાં સમોસામાં કોન્ડોમ, પથ્થર અને તમાકુ મળી આવ્યું હતું. હજી તો આ ઘટના તાજી જ છે ત્યાં બીજી એક ઘટના સામે આવી છે. જેણે લોકોમાં ભયંકર રોષ જનમાવ્યો છે. 

હવે બરફમાં મરેલો ઉંદર મળી આવતા હાહાકાર 

પ્રાપ્ત માહિતી અનુસાર હવે બરફમાં ઉંદર મૃત હાલતમાં મળી આવ્યો છે. આ સાથે જ હવે પુણેકરના જીવ સાથે આ રમત રમાઈ રહી છે કે શું તે પ્રશ્ન ઊભો થયો છે!

અત્યારે દિવસે ને દિવસે ગરમી આકરી થઈ રહી છે. ત્યારે લોકો સોફ્ટ ડ્રિંક્સ પીવાનું પસંદ કરી રહ્યા છે. આ માટે જ બરફનાં ગોળા ઉપરાંત લોકો શરીરને ઠંડક મળે એવો આહાર લઈ રહ્યા છે. 
આવી સ્થિતિમાં ગરી એક ઘટના પુણેમાં બની છે. જેમાં બરફમાં એક મૃત હાલતમાં ઉંદર મળી આવ્યો છે.

ક્યાં બની છે આ વાહિયાત ઘટના?

પ્રાપ્ત અહેવાલો અનુસાર જુન્નર તાલુકા (Pune News)માં આ ઘટના બની હતી. તમને જણાવી દઈએ કે અહીં મોટી માત્રામાં બરફનું ઉત્પાદન કરવામાં આવે છે. અહીંથી તૈયાર કરવામાં બરફ વિવિધ જગ્યાએ શેરડીના ગુરહાલ, શરબત અને ગોળા સહિતના ઘણા પીણા માટે વાપરવામાં આવે છે. જેના કારણે આવી રીતે તેમાં ઉંદર મળી આવતા ઘણા લોકોના સ્વાસ્થય સામે ખતરાની ઘંટી સમાન છે.

આ તો ભારે ચિંતાનો વિષય છે, તમે પણ ચેતજો 

Pune News: તમને જણાવી દઈએ કે આ રીતે દૂષિત બરફ સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમી બની શકે છે. હવે જ્યારે આ રીતે બરફમાં ઉંદર મળી આવ્યાની ઘટના સામે આવી છે ત્યારે લોકોમાં સમર આઇસ સ્ટોરેજ વીડિયો, આઉટડોર બરફ, ખોરાકની ગુણવત્તા, સ્વચ્છતા, વેચાણકર્તા દ્વારા લેવામાં આવતી કાળજી એમ ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી રહી છે. બરફનો પુરવઠો મુખ્યત્વે આઇસ ફેક્ટરીઓમાંથી થાય છે. આવી ફેક્ટરીઓમાં સ્વચ્છતા ખૂબ જ જરૂરી બની રહે છે.

મોટે ભાગે બરફનું ઉત્પાદન કરતી આ ફેક્ટરીઓ શહેરની બહાર આવેલી હોય છે. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) દ્વારા મોટાભાગની ફેક્ટરીઓમાંથી બરફની ગુણવત્તાનું પરીક્ષણ કરવામાં આવતું હોય છે. જોકે આ બરફનો વાસ્તવમાં ઉપયોગ કેવી રીતે થાય છે તે ચિંતાનો વિષય બની રહ્યો છે.

સમોસાંમાં કોન્ડોમ મળી આવ્યું હતું 

હજી તો હમણાં જ કોન્ડોમ ભરેલા સમોસા મળી આવ્યા હતા. અગાઉ પ્રકાશમાં આવેલી એક ઘટના (Pune News)માં પિંપરી ચિંચવડમાં એક આવી જ ઘટના થઈ હતી. જેમાં ઔંધની એક જાણીતી કંપનીની કેન્ટીનમાંથી કોન્ડોમ મળી આવતા ચકચાર મચી ગઈ હતી.

mumbai news mumbai pune news pune food and drug administration