✕

પ્રીતિ ઝિન્ટાએ ટીમ તુકારામ મુંઢે લખેલું ટી-શર્ટ પહેર્યું એ વિશે FDA કમિશનર કહે છે...

28 September, 2026 07:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જે લોકો સારું કામ કરવા માગે છે તેમની એક ટીમ બનવી જોઈએ, ફક્ત ટી-શર્ટ પર લખવાથી કામ નહીં ચાલે

પ્રીતિ ઝિન્ટા, તુકારામ મુંઢે

મહારાષ્ટ્રના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‍મિનિસ્ટ્રેશન (FDA)ના કમિશનર તુકારામ મુંઢેને સમર્થન આપવા પ્રીતિ ઝિન્ટા તાજેતરમાં ટીમ તુકારામ મુંઢે લખેલું ટી-શર્ટ પહેરેલી જોવા મળી હતી. તુકારામ મુંઢેએ આ બાબતે કહ્યું હતું કે ‘સેલિબ્રિટી સપોર્ટ આવકાર્ય છે, પરંતુ ખાદ્ય સુરક્ષા માટે સામૂહિક પ્રયાસની જરૂર છે. ફક્ત ટીમ તુકારામ મુંઢેવાળું ટી-શર્ટ પહેરવું પૂરતું નથી. હકીકતમાં કાર્ય થવું જોઈએ.’ 
તુકારામ મુંઢેએ આ બાબતે કહ્યું હતું કે ‘મારી તેમની (પ્રીતિ ઝિન્ટા) સાથે કોઈ વાત થઈ નથી અને હું તેમને ક્યારેય મળ્યો પણ નથી અને ક્યારેય ફોન પર પણ વાત નથી કરી, પણ હું આભારી છું કે તેમણે ટી-શર્ટ પર ટીમ તુકારામ મુંઢે લખ્યું છે. મને લાગે છે કે જે પણ સારા વિચારવાળા લોકો છે, જે લોકો સારું કરવા માગે છે, સમાજના દરેક સ્તરે દરેક સેક્ટરમાં સારા લોકો હોય છે તેમની એક ટીમ બનવી જોઈએ અને સારા મુદ્દા પર કામ કરવું જોઈએ. સારા આઇડિયા, સારા વિચારો, સારી ઍક્શન આગળ વધવી જોઈએ. જો એ રીતે ટીમ તુકારામ મુંઢે બનતી હોય અને ટી-શર્ટ પર લખે તો બરાબર છે. બાકી ફક્ત ટી-શર્ટ પર લખવાથી કામ નહીં ચાલે. અૅક્ચ્યુઅલમાં એ કામ થવું જોઈએ. એ પ્રમાણેના વિચારો હોવા જોઈએ. જે પણ સારા લોકો છે અલગ-અલગ ક્ષેત્રમાં કામ કરવાવાળા તેમણે એકસાથે મળી સમાજને આગળ લઈ જવો જોઈએ. એ રીતે હું માનું છે કે જો એ સંદર્ભમાં તેમણે (પ્રીતિ ઝિન્ટાએ) લખ્યું છે તો એ સારી જ વાત છે અને આ વાત આગળ વધવી જોઈએ.’  

mumbai news mumbai priety zinta preity zinta tukaram mundhe food and drug administration