19 October, 2023 08:09 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીક ગાંધી, ભામિની ગાંધી અને દર્શન જરીવાલાએ તેમના મોબાઈલમાં ગુજરાતી મિડ-ડેની ઍપ ડાઉનલોડ કરી હતી
મિડ-ડેની બાંદરા સ્થિત ઑફિસ ખાતે આજે પ્રતીક ગાંધી, ભામિની ગાંધી અને દર્શન જરીવાલાએ ગુજરાતીમિડ-ડે ડૉટ કૉમની ઍપ લૉન્ચ કરી હતી. તેમણે ક્યૂઆર કોડનું અનાવરણ કરી – ક્યૂઆર કોડ સ્કેન કરી અને સૌ પ્રથમ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમની ઍપ ડાઉનલોડ કરી હતી. આ પ્રસંગે તેમણે ગુજરાતી મિડ-ડેને અભિનંદન પાઠવ્યા હતા અને સાથે જ તેમની ગુજરાતી મિડ-ડે સાથેની યાદો તાજી કરી હતી.
પ્રતીક ગાંધીએ જૂની યાદોને વાગોળતાં કહ્યું કે, “હું ૨૦૦૪માં મુંબઈ આવ્યો ત્યારે મારા મનમાં મુંબઈની ૩ જ ઓળખ હતી, લોકલ ટ્રેન, લોકલ ટ્રેનમાં મળતી કેરી-લીચી અને મિડ-ડે. સુરતમાં પણ કોઈના હાથમાં મિડ-ડે દેખાય એટલે અમે સમજી જતાં કે આ વ્યક્તિ મુંબઈથી આવી છે.”
ભામિની ગાંધીએ તેમની મિડ-ડે મેમરી શેર કરતાં કહ્યું કે, “નાનપણથી જ ઘરે ગુજરાતી છાપા આવતા જોયા છે અને વાંચ્યા પણ છે. ગુજરાતી મિડ-ડે વાંચવાની ખાસ મજા એટલે આવે છે, કારણ કે એક તો તેનું ફૉર્મેટ જુદું છે અને ભાષા પણ જુદી છે, જે નવી પેઢીને વાંચવી ગમે.”
દર્શન જરીવાલાએ મિડ-ડે સાથે તેમના જોડાણ વિશે વાત કરતાં કહ્યું કે, “જ્યારે નાટકની ઍડ ગુજરાતી મિડ-ડેમાં આવે છે, ત્યારે અમને ખાતરી હોય છે કે અમારા નાટકની માહિતી એક ચોક્કસ વર્ગ સુધી જરૂર પહોંચશે.”
તો હવે તમારા સમાચાર મેળવો તમારી ભાષામાં. સમાચાર, મનોરંજન, લાઇફસ્ટાઈલ, બિઝનેસ, વીડિયો ઇન્ટરવ્યૂઝ અને કંઇક નવું અને એ બધું જ જો તમે જાણવા માગતા હો તો આ ઍપ તમારા માટે જ છે. તમે મુંબઈગરાં હો કે પછી ગ્લોબલ ગુજરાતી હવે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની આંગળીના ટેરવે...
ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમની ઍપ પ્લેસ્ટોર અને ઍપલ ઍપસ્ટોર પર ઉપલબ્ધ છે. પ્લેસ્ટોરથી ઍપ ડાઉનલોડ કરવા માટે અહીં કિલક કરો. જો તમે ઍપલ યુઝર હોવ તો ઍપ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.