સ્મોકિ‍ંગ કહાં કરે, કહાં ન કરે?

19 May, 2023 09:22 AM IST  |  Mumbai | Anurag Kamble

ખાસ્સું કન્ફ્યુઝિંગ છે, કારણ કે પોલીસ સાર્વજનિક સ્થળોએ ધૂમ્રપાન કરતા લોકો પાસેથી પણ ૨૦૦ રૂપિયા વસૂલ કરી રહી છે: ખરેખર તો આ કાયદા હેઠળ સ્કૂલ–કૉલેજ તથા અન્ય સંસ્થાઓને બાદ કરતાં પબ્લિક પ્લેસિસમાં ધૂમ્રપાન કરવાની છૂટ છે

હું માટુંગા-ઈસ્ટમાં ધૂમ્રપાન કરતો હતો ત્યારે પોલીસ મને સાથે લઈ ગઈ હતી અને ૨૦૦ રૂપિયાનો ચાર્જ ભરવાનું કહ્યું હતું. હું ૪૦ વર્ષથી સ્મોકિંગ કરું છું. અન્ય દેશોમાં ધૂમ્રપાન માટે જગ્યા ફિક્સ છે, પણ ખુલ્લી જગ્યાએ ક્યાંય પ્રતિબંધ નથી. પ્રશાંત શ્રોફ, માટુંગાસંસદ સભ્ય


મુંબઈ : પોલીસ ધૂમ્રપાન તથા ધૂમ્રપાન કરવા સંદર્ભના કાયદાને લઈને કન્ફ્યુઝ્‍ડ લાગે છે. ગયા પખવાડિયાથી ડ્રગ્સ અને તમાકુ વિરુદ્ધ શહેરભરમાં શરૂ કરેલા અભિયાન હેઠળ પોલીસ રસ્તા પરની ગેરકાયદે દુકાનોને હટાવી રહી છે. જોકે નાગરિકો એની વિરુદ્ધ સવાલ ઉઠાવી રહ્યા છે, કારણ કે પોલીસ સાર્વજનિક સ્થળોએ ધૂમ્રપાન કરનારાઓ પાસેથી પણ ૨૦૦ રૂપિયા વસૂલી રહી છે. આ કાયદા હેઠળ સ્કૂલ–કૉલેજ તથા અન્ય સંસ્થાઓને બાદ કરતાં ખુલ્લાં સ્થાનોએ ધૂમ્રપાન કરવાની છૂટ છે.
માટુંગાના એક બિઝનેસમૅન પ્રશાંત શ્રોફે જણાવ્યું હતું કે ‘હું માટુંગા-ઈસ્ટમાં ધૂમ્રપાન કરતો હતો ત્યારે પોલીસ મને સાથે લઈ ગઈ હતી અને ૨૦૦ રૂપિયાનો ચાર્જ ભરવાનું કહ્યું હતું. હું ૪૦ વર્ષથી સ્મોકિંગ કરું છું. અન્ય દેશોમાં ધૂમ્રપાન માટે જગ્યા ફિક્સ છે, પણ ખુલ્લી જગ્યાએ ક્યાંય પ્રતિબંધ નથી.’
સેન્ટ્રલ મુંબઈના સિનિયર ઇન્સ્પેક્ટરે કહ્યું કે ‘અમે પબ્લિક સ્મોકિંગ કરે છે તેમની પાસેથી ૨૦૦ રૂપિયાનો દંડ લઈએ છીએ. COPTA ઍક્ટ અને મુંબઈ પોલીસ અધિનિયમે જાહેરમાં ધૂમ્રપાન કરતા લોકો સામે પગલાં લેવાની સત્તા આપી છે.’

mumbai news mumbai police