17 September, 2025 07:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આજે દેશભરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળ શિવસેના, જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન અને તેરાપંથ યુવક પરિષદ (દક્ષિણ મુંબઈ)ના સંયુક્ત ઉપક્રમે સાઉથ મુંબઈમાં વિવિધ સ્થળો પર બ્લડ ડોનેશન કૅમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સવારે ૯ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT), ચર્ચગેટ રેલવે-સ્ટેશન, મુંબઈ સેન્ટ્રલ રેલવે-સ્ટેશન પર ડિવિઝનલ રેલવે મૅનેજરની કૅબિનની બહાર, શ્રી મુંબાદેવી દાગીના બજાર અસોસિએશન હૉલ અને વરલીમાં હૈદરાબાદ સિંધ નૅશનલ કૉલેજિયેટ (HSNC) યુનિવર્સિટી ખાતે બ્લડ ડોનેશન કૅમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.