સિક્યૉરિટી ગાર્ડે નોકરીના પહેલા જ દિવસે બાળકી સાથે અડપલાં કર્યાં

10 May, 2026 08:42 AM IST  |  Pimpri | Gujarati Mid-day Correspondent

કોઈને કહ્યું તો મારી નાખીશ એવી ધમકી પણ આપી

પ્રતીકાત્મક તસવીર

પિંપરી-ચિંચવડના ભોસરીની એક પૉશ સોસાયટીમાં કામ પર આવેલા નવા સિક્યૉરિટી ગાર્ડે પહેલા જ દિવસે કમ્પાઉન્ડમાં રમી રહેલી છથી ૧૦ વર્ષની છોકરીઓને પાણીની ટાંકી બતાવવાના બહાને ટેરેસ પર લઈ જઈને એમાંની એક બાળકી સાથે અડપલાં કર્યાં હતાં અને ત્યાર બાદ એ વિશે કોઈને પણ જણાવ્યું તો મારી નાખીશ એવી ધમકી આપી હતી. 

જોકે તે ૪ છોકરીઓમાંની સૌથી મોટી ૧૦ વર્ષની છોકરીએ ઘરે જઈને મમ્મી-પપ્પાને એ વિશે જણાવતાં તરત જ તેમણે પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે તરત જ ઍક્શન લઈને પચીસ વર્ષના સિક્યૉરિટી ગાર્ડ દિનેશ ચૌધરીને ઝડપી લીધો હતો. પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યા મુજબ તેણે એક છોકરીનો વિનયભંગ કર્યો હતો. પોલીસે તેની સામે વિનયભંગ અને પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (POCSO) ઍક્ટ હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.

mumbai news mumbai Protection of Children from Sexual Offences Act POCSO pimpri maharashtra news maharashtra