પાકિસ્તાની મહિલા એજન્ટે માઝગાવ ડૉકના કર્મચારીને માયાજાળમાં ફસાવ્યો

12 March, 2024 11:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દુશ્મન દેશને સંવેદનશીલ માહિતી આપવાના આરોપમાં મહારાષ્ટ્ર એટીએસે ૩૧ વર્ષના સ્ટ્રક્ચરલ ફૅબ્રિકેટરની ધરપકડ કરી

પાકિસ્તાની મહિલા એજન્ટે માઝગાવ ડૉકના કર્મચારીને માયાજાળમાં ફસાવ્યો

પાકિસ્તાનના જાસૂસીતંત્રે ગોઠવેલી માયાજાળમાં ફસાઈને ભારતની સંવેદનશીલ માહિતી દુશ્મન દેશને આપવાના મામલામાં મહારાષ્ટ્ર ઍન્ટિ ટેરરિઝમ સ્ક્વૉડ (એટીએસ)એ મુંબઈના માઝગાવ ડૉકના ૩૧ વર્ષના સ્ટ્રક્ચરલ ફૅબ્રિકેટર કલ્પેશ બાડકરની ધરપકડ કરી છે. આરોપી કેટલાક મહિનાથી ફેસબુક પર એક મહિલા સાથે ચૅટ કરતો હતો અને તેણે સંવેદનશીલ માહિતી તેની સાથે શૅર કરી હોવાની શક્યતાને આધારે એટીએસે તેની સામે કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું હતું.
એટીએસને શંકા છે કે આરોપી સાથે સોશ્યલ મીડિયામાં ચૅટ કરનારી મહિલા પાકિસ્તાનની સીક્રેટ એજન્ટ હતી. રાયગડ જિલ્લામાં રહેતો આરોપી માઝગાવ ડૉકમાં દસ વર્ષથી કામ કરે છે. આરોપીએ પાકિસ્તાનના એજન્ટ સાથે કેવી અને કેટલી માહિતી શૅર કરી છે એની માહિતી તેની પૂછપરછ કરીને મેળવવામાં આવી રહી છે.

mumbai news pakistan mumbai crime news Crime News maharashtra news maharashtra