મુલુંડમાં ૪૦ લાખથી વધુનાં ડુપ્લિકેટ હૅન્ડ સૅનિટાઇઝર પકડાયાં

19 March, 2020 11:35 AM IST  |  Mumbai Desk | Mumbai Correspondent

મુલુંડમાં ૪૦ લાખથી વધુનાં ડુપ્લિકેટ હૅન્ડ સૅનિટાઇઝર પકડાયાં

મુલુંડમાં ફૂડ ઍન્ડ ડ્રગ્સના અધિકારીઓએ ૪૦ લાખ રૂપિયાથી વધુનાં ડુપ્લિકેટ હૅન્ડ સૅનિટાઇઝર જપ્ત કર્યાં હતાં. હૅન્ડ સૅનિટાઇઝર બીજા દેશોમાં મોકલવાની તૈયારી થઈ રહી હતી ત્યારે ફૂડ ઍન્ડ ડ્રગ્સના અધિકારીઓએ રેઇડ પાડી માલ જપ્ત કર્યો હતો.

કોરોના વાઇરસથી બચવા માટે લોકો હૅન્ડ સૅનિટાઇઝરનો વધુ ઉપયોગ કરતાં થયાં છે. એથી હૅન્ડ સૅનિટાઇઝરની ખપત દરેક જગ્યાએ વધી રહી છે એ ધ્યાનમાં લેતાં અનેક વેપારીઓ ડુપ્લિકેટ માલ બનાવી લોકોમાં વહેંચી રહ્યા છે. ફૂડ ઍન્ડ ડ્રગ્સના અધિકારીઓને માહિતી મળી હતી કે મુલુંડ-વેસ્ટમાં આવેલા નાહૂર ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં આવેલા સિદ્ધિવિનાયક ઝાયકમ પ્રાઇવેટ લિમિટેડમાં  મોટા પ્રમાણમાં હૅન્ડ સૅનિટાઇઝર ડુપ્લિકેટ પ્રમાણમાં બનાવવામાં આવી રહ્યાં છે. બુધવારે બપોરના ચાર વાગ્યે રેઇડ પાડી આશરે ૪૦ લાખ રૂપિયાનો માલ ફૂડ ઍન્ડ ડ્રગ્સના અધિકારીઓએ જપ્ત કર્યો છે. 

ફૂડ ઍન્ડ ડ્રગ્સ મુંબઈ વિભાગના જૉઇન્ટ કમિશનર ડી.આર. ગાહને સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે જે અમે ડુપ્લિકેટ હૅન્ડ સૅનિટાઇઝરનો માલ જપ્ત કર્યો છે એ માલ દુબઈ લઈ જવામાં આવી રહ્યો હતો. બધો જ માલ અમે સીલ કરી અને જપ્ત કર્યો છે. હાથ ધોવા માટે વાપરવામાં આવતા હૅન્ડ સૅનિટાઇઝરમાં ૭૦ ટકા જેટલું અલ્કોહૉલનું પ્રમાણ હોવું જોઈએ જેનાથી હાથ પરના બેક્ટેરિયા મરી જાય. જે માલ અમે જપ્ત કર્યો છે એના પર આલ્કોહૉલનું પ્રમાણ ૩૦ ટકા કરતાં પણ ઓછું અમને મળ્યું છે.

mulund mumbai news mumbai coronavirus covid19