14 December, 2025 06:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટે મુંબઈ ઇન્ટરનૅશનલ ક્રૂઝ ટર્મિનલ પર ડ્યુટી બજાવતા ઑફિસર્સ માટે બૉડી વૉર્ન કૅમેરા (BWC)નો ઉપયોગ કરવાની સૂચના આપી છે. આ વિશે ઑફિસર્સ પાસેથી જાણવા મળ્યું હતું કે BWC અને એનાં રેકૉર્ડિંગ્સ કસ્ટમ્સને લગતા ગુનાઓમાં મહત્ત્વના ડિજિટલ પુરાવા તરીકે કામ આવશે. આ ઉપરાંત વિદેશી મુસાફરો સાથે અધિકારીઓના પ્રોફેશનલ બિહેવિયર માટે પણ ઉપયોગી નીવડશે.
કસ્ટમના ઑફિસર્સ પાસેથી મળેલી માહિતી પ્રમાણે બૅગેજ ક્લિયરન્સ કરતા ઑફિસર્સ માટે ખાસ BWCનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શરૂઆતમાં બૅગેજ-ડ્યુટીના ઇન્ચાર્જ સુપરિન્ટેન્ડેન્ટ ઑન ડ્યુટી ઑફિસર્સને BWC આપશે. BWC આપવા માટે અને પાછા કરવા માટે કસ્ટમ્સ ઑફિસમાં એક અલગ રજિસ્ટર તૈયાર કરવામાં આવશે.