નૂપુર શર્માને SCમાંથી રાહત, ધરપકડની માગવાળી અરજી પર સુનાવણીનો અસ્વીકાર

09 September, 2022 04:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સુપ્રીમ કૉર્ટે કહ્યું કે આના દૂરગામી પરિણામ હોય છે. પૈગંબર મોહમ્મદ પર કહેવાતી રીતે વાંધાજનક ટિપ્પણીને કારણે શર્મા વિરુદ્ધ કાર્યવાહી અને તેમની ધરપકડની માગ કરવામાં આવી હતી.

નૂપુર શર્મા (ફાઈલ તસવીર)

ભારતીય જનતા પાર્ટીની પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માની ધરપકડને લઈને દાખલ અરજી પર સુપ્રીમ કૉર્ટે સુનાવણી કરવાની ના પાડી દીધી છે. સુપ્રીમ કૉર્ટે કહ્યું કે આના દૂરગામી પરિણામ હોય છે. પૈગંબર મોહમ્મદ પર કહેવાતી રીતે વાંધાજનક ટિપ્પણીને કારણે શર્મા વિરુદ્ધ કાર્યવાહી અને તેમની ધરપકડની માગ કરવામાં આવી હતી.

શુક્રવારે મુખ્ય ન્યાયાધીશ યૂયૂ લલિત, જસ્ટિસ રવિન્દ્ર ભટ્ટ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેન્ચે અરજી પર સુનાવણી કરી. રિપૉર્ટ્સ પ્રમાણે, સુપ્રીમ ન્યાયાલયે કહ્યું કે, "આ જોવામાં નુકસાન ન પહોંચાડનારું લાગે છે, પણ આના પરિણામ દૂરગામી હોય છે. કૉર્ટને નિર્દેશ જાહેર કરતી વખતે હંમેશા ધ્યાન રાખવું જોઇએ. અમારી સલાહ આને પાછો ખેંચવાની છે."

કહેવાતી રીતે એક ટીવી ડિબેટ દરમિયાન શર્મા તરફથી કરવામાં આવેલી ટિપ્પણીને કારણે ઘમણો વિવાદ ખડો થયો હતો. દેશના અનેક ભાગમાં આને લઈને પ્રદર્શન થયા હતા અને શર્માના ધરપકડની પણ માગ ઊઠી હતી.

સુપ્રીમ કૉર્ટમાં એડવોકેટ ચાંદ કુરેશી દ્વારા એડવોકેટ અબુ સોહેલ તરફથી અરજી નોંધવામાં આવી હતી. અરજીમાં `સ્વતંત્ર. વિશ્વસનીય અને નિષ્પક્ષ તપાસ`ની માગ ઊઠાવવામાં આવી હતી. ખાસ વાત એ છે કે એપેક્સ કૉર્ટે પહેલા જ કેસમાં દાખલ બધા FIRsને દિલ્હી પોલીસને ટ્રાન્સફર કરવાની વાત કહી હતી. શર્મા વિરુદ્ધ ભારતના અનેક શહેરોમાં જુદાં-જુદાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Mumbai mumbai news maharashtra supreme court