01 June, 2026 08:32 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નૅશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઑથોરિટી (NPPA)એ વિટામિન D3 અને કૅલ્શિયમ જેવી ૩૦ દવાઓ અને ફૉર્મ્યુલેશનના નવા છૂટક ભાવ નક્કી કર્યા છે. NPPA દ્વારા જાહેર કરાયેલી આ યાદીમાં આવતી દવાઓ માટે જો કોઈ રીટેલર અથવા કંપની નવા નક્કી કરાયેલા ભાવ કરતાં વધુ રકમ વસૂલ કરશે તો વધારાની રકમ વ્યાજ સાથે તેમની પાસેથી વસૂલ કરવાની જોગવાઈ પણ કરવા આવી છે.
દરદીઓને આવશ્યક દવાઓ નિર્ધારિત દરે મળી શકે એ માટે ડ્રગ્સ પ્રાઇસ કન્ટ્રોલ ઑર્ડર ૨૦૧૩ હેઠળ દવાઓના નવા ભાવની યાદી જાહેર કરવામાં આવી છે. ફાર્માસ્યુટિકલ મૅન્યુફૅક્ચરિંગ કંપનીઓએ હવે નવી કિંમત દર્શાવવાની રહેશે. આ યાદીમાં ડાયાબિટીઝ, બ્લડપ્રેશર, પેઇનકિલર, ઍલર્જી, ચેપ અને મહિલા સ્વાસ્થ્ય માટેની દવાઓનો સમાવેશ થાય છે. ખાસ કરીને વિટામિન D3 ઓરલ સૉલ્યુશન, કૅલ્શિયમ, વિટામિન D3, મિથાઇલકોબાલામિન, એલ-મેથાઇલફોલેટ કૅલ્શિયમ અને પાયરિડોક્સલ-5 વગેરે દવા અને ફૉર્મ્યુલેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે.