હવે માલવાણી અને ચારકોપના રહેવાસીઓએ કરી મેટ્રો સ્ટેશનની માગ

26 March, 2023 02:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રહેવાસીઓ વતી ડૉ. પ્રણવ કાબરાએ મહા મુંબઈ મેટ્રો ઑપરેશન કૉર્પોરેશન લિમિટેડને પત્ર લખીને ઑથોરિટી સમક્ષ આ માગ મૂકી છે

ફાઇલ તસવીર

મલાડના માલવાણી (Malad Malvani) અને કાંદિવલીના ચારકોપ (Kandivli Charkop) વિસ્તારના રહેવાસીઓએ ચારકોપ કાર શેડમાં મેટ્રો સ્ટેશન (Mumbai Metro)ની માગ કરી છે. રહેવાસીઓ વતી ડૉ. પ્રણવ કાબરાએ મહા મુંબઈ મેટ્રો ઑપરેશન કૉર્પોરેશન લિમિટેડને પત્ર લખ્યો છે. માલવાણી-ચારકોપ રેસિડેન્ટ્સ ફોરમના વડા ડૉ. કાબરાએ જણાવ્યું હતું કે હિન્દુસ્તાન નાકા મેટ્રો સ્ટેશનની સાથે મીઠા ચોકીનો વિસ્તાર શહેરના સૌથી ગીચ અને પ્રદૂષિત વિસ્તારોમાંનો એક છે.

તેમણે કહ્યું કે કાર શેડમાં બોર્ડિંગ પોઈન્ટ અથવા મિની સ્ટેશન હોવાથી માલવાણી, ખરોડી, જનકલ્યાણ નગર, ગણેશ નગર, ભૂમિ પાર્ક, માર્વેમાં રહેતા સેંકડો લોકોને મદદ મળશે. માલવાણી અને ચારકોપના રહેવાસીઓ આગામી દિવસોમાં આ મામલે મેટ્રો અધિકારીઓને પણ મળશે. આગામી દિવસોમાં MMMOCLને ઔપચારિક રજૂઆત કરવાનું આયોજન છે. માલવાણી અને ચારકોપ વિસ્તારના હજારો લોકો દરરોજ અંધેરી વેસ્ટ, ઓશિવારા તેમ જ બોરીવલી અને દહિસર ડાઉન લાઈનમાં મુસાફરી કરે છે.

નોંધનીય છે કે મહારાષ્ટ્ર મુંબઈ મેટ્રો ઑપરેશન કૉર્પોરેશન લિમિટેડ (MMMOCL)એ ગુરુવારે, 23 માર્ચે તેના પ્રવાસીઓ માટે રાહત ભાવે ટ્રિપ પાસ લૉન્ચ કર્યા છે. મેટ્રોમાં વારંવાર આવતા પ્રવાસીઓ અને મુંબઈ વન કાર્ડનો ઉપયોગ કરતાં પ્રવાસીઓ હવે 45 ટ્રિપ્સ પર 15 ટકા અને 60 ટ્રિપ્સ પર 20 ટકાનું વિશેષ ડિસ્કાઉન્ટ મેળવી શકશે. MMOCL દ્વારા જાહેર કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, આ તમામ યાત્રાઓ 30 દિવસની વેલિડિટી સાથે પ્રીપેડ હશે.

આ પણ વાંચો: સંજય રાઉતની મુશ્કેલીઓ વધી: વિશેષાધિકાર ભંગ કેસમાં વિધાનસભાએ દોષી ઠેરવ્યા

આ ઉપરાંત, મુંબઈની મુલાકાત લેનારા અથવા એક દિવસની સફર પર આવતા લોકો માટે અમર્યાદિત મુસાફરી પાસ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં અલગ-અલગ ટાઈમ સ્લોટ પર બહુવિધ સ્થળોની મુલાકાત લઈ શકાશે છે. આ અમર્યાદિત ટ્રિપ પાસ એક દિવસ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સિવાય ત્રણ દિવસનો અનલિમિટેડ ટ્રિપ પાસ પણ ખરીદી શકાય છે.

mumbai mumbai news mumbai metro malad kandivli