PM બનવાનું સપનું નથી, પણ 2024માં... : ઉદ્ધવ ઠાકરેએ લોકસભા ચૂંટણી માટે કસી કમર

08 March, 2023 08:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સંજય રાઉતના આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. તે ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકવા માટે ઉદ્ધવ ઠાકરેએ નિવેદન આપ્યું છે

ફાઇલ તસવીર

દેશમાં આવતા વર્ષે લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) યોજાવા જઈ રહી છે. સામાન્ય ચૂંટણી માટે તમામ પાર્ટીઓએ પોતાની રણનીતિ પર કામ શરૂ કરી દીધું છે. આ એપિસોડમાં ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) પણ મહારાષ્ટ્રમાં કમર કસી ગયા છે. મહારાષ્ટ્ર (Maharashtra)ના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ બુધવારે કહ્યું કે તેઓ દેશના વડાપ્રધાન બનવાનું સપનું નથી જોઈ રહ્યા, પરંતુ 2024માં ચોક્કસ પરિવર્તન લાવવાનો પ્રયાસ કરશે. આ પહેલા સંજય રાઉતે કહ્યું હતું કે વડાપ્રધાન પદ માટે ઉદ્ધવ ઠાકરે શ્રેષ્ઠ ચહેરો છે.

સંજય રાઉત (Sanjay Raut)ના આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. તે ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકવા માટે ઉદ્ધવ ઠાકરેએ નિવેદન આપ્યું છે. 2024માં પીએમ પદ માટે ઉદ્ધવ ઠાકરેના નામ સાથે જોડાયેલા સવાલ પર રાઉતે કહ્યું હતું કે, "હવે તેની આગાહી કરવી એટલી સરળ નથી. રાજકારણમાં કંઈ પણ થઈ શકે છે, પરંતુ ઉદ્ધવ ઠાકરે વધુ સારો ચહેરો છે."

‘પીએમ બનવાનું સપનું નથી જોઈ રહ્યો’

તેમણે વધુમાં કહ્યું હતું કે, “મહાવિકાસ અઘાડીએ નક્કી કર્યું હતું કે જો ઉદ્ધવ ઠાકરેને મુખ્યપ્રધાન બનવું હશે, તો અમે સાથે મળીને સરકાર બનાવીશું. આજે વિપક્ષમાં રહેલા ઘણા અગ્રણી ચહેરાઓ માટે ઉદ્ધવ ઠાકરેનો ચહેરો મહત્ત્વપૂર્ણ છે.” રાઉતની ટિપ્પણી પર, ઉદ્ધવ ઠાકરેએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, "હું વડાપ્રધાન બનવાનું સપનું નથી જોઈ રહ્યો, પરંતુ 2024માં ચોક્કસપણે પરિવર્તન લાવવાનો પ્રયાસ કરીશ."

ઉદ્ધવ ઠાકરેનો ભાજપ પર પ્રહાર

ઠાકરેએ પેટાચૂંટણીમાં ભાજપની હારને મોટી જીત ગણાવી હતી. તેમણે કહ્યું કે, “મને ખુશી છે કે રવિન્દ્ર ધાંગેકર કૉંગ્રેસમાંથી ધારાસભ્ય બન્યા છે.” તેમણે વધુમાં કહ્યું કે, "કસ્બા બેઠક ભારતીય જનતા પાર્ટીની પરંપરાગત બેઠક હતી. મહા વિકાસ અઘાડી (MVA)ના નેતૃત્વમાં કૉંગ્રેસના ધારાસભ્ય ધાંગેકરે અહીં મોટી જીત મેળવી છે.” ભાજપ સરકાર પર નિશાન સાધતા ઠાકરેએ કહ્યું કે, “એક સમય હતો જ્યારે કૉંગ્રેસ વિચારતી હતી કે તેમને કોઈ હરાવી શકશે નહીં અને હવે ભાજપ પણ એવું જ વિચારે છે, પરંતુ ટૂંક સમયમાં તેમની સરકાર પણ પડી જશે, તેઓ પણ હારશે."

આ પણ વાંચો: પ્રોપર્ટી ભાડે આપતા પહેલાં આ ખાસ વાતોનું રાખો ધ્યાન, નહીં તો ખાવી પડશે જેલની હવા

ગડકરીએ જીતનો દાવો કર્યો

તે જ સમયે, આ પહેલા કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ ફરી એકવાર સરકાર બનાવવાનો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે “અમે જીતીશું અને ફરી એકવાર મહારાષ્ટ્ર અને કેન્દ્રમાં ભાજપ અને એનડીએ સરકાર બનાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા સારા કામના સારા પરિણામો મળશે. ગડકરીએ ઉમેર્યું કે, “અમે અમારા સારા કામથી લોકોમાં વિશ્વાસ જગાડ્યો છે, જેને અમે આગળ વધારીશું.”

 

mumbai mumbai news shiv sena uddhav thackeray sanjay raut