18 July, 2025 07:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દેવેન્દ્ર ફડણવીસ (ફાઈલ તસવીર)
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની પંચાવનમી વર્ષગાંઠે કોઈ હોર્ડિંગ્સ કે જાહેરાતમાં પૈસા ન બગાડતાં મુખ્ય પ્રધાન રાહત ભંડોળમાં દાન કરવાની અપીલ BJP દ્વારા કરવામાં આવી છે.
બાવીસમી જુલાઈએ મુખ્ય પ્રધાનનો જન્મદિવસ છે. એ નિમિત્તે પાર્ટીના નેતાઓ કે કાર્યકરો દ્વારા હોર્ડિંગ્સ કે બૅનરો લગાવવામાં આવશે અથવા અખબાર, ટેલિવિઝન કે અન્ય રીતે જાહેરાત આપવામાં આવશે તો એ પાર્ટીની શિસ્તનો ભંગ કર્યો હોવાનું ગણાશે એમ BJPના મહારાષ્ટ્રના ઑફિસ સેક્રેટરી મુકુન્દ કુલકર્ણીએ જાહેર કર્યું હતું. આ રીતે પ્રચાર કરવાને બદલે મુખ્ય પ્રધાન રાહત ભંડોળમાં દાન કરવાની અપીલ કરવામાં આવી છે. એનું ફરજિયાતપણે પાલન થવું જોઈએ, નહીં તો એ પાર્ટીના આદેશનું ઉલ્લંઘન ગણાશે એ વાત પર મુકુન્દ કુલકર્ણીએ ભાર મૂક્યો હતો.
ગેરકાયદે બાઇક-ટૅક્સી પર પોલીસની તવાઈ
ગેરકાયદે રીતે બાઇક-ટૅક્સી ચલાવતા લોકો પર મુંબઈ પોલીસે ઍક્શન લેવાનું શરૂ કર્યું છે. બુધવારે પોલીસ આવા બાઇકરોને રોકીને દંડ કરતી જોવા મળી હતી.