OTT પ્લૅટફૉર્મ અને ફિલ્મી જગતની અશ્લીલતા પર અંકુશ લાવવાની વિશેષ આવશ્યકતા છે

16 April, 2024 07:28 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

પ્લૅટફૉર્મની વેબ-સિરીઝ અને ફિલ્મો વડીલો સાથે જોઈ ન શકીએ એનો અર્થ શું?

નિકિતા સાપરિયા

૧૮ વર્ષની નિકિતા સાપરિયા ૧૩મા ધોરણમાં કૉમર્સમાં ભણી રહી છે. પહેલી વખત મતદાન કરવાની ફરજ તે બજાવવાની છે ત્યારે તે પોતાનો મત વ્યર્થ નહીં જાય અને ભારતનાં દરેક ક્ષેત્રે અત્યાધુનિક બદલાવ આવશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. નિકિતા ‘મિડ-ડે’ને કહે છે, ‘મેં છેલ્લાં કેટલાંક વર્ષોથી મારાં મમ્મી-પપ્પાને મતદાન કરતાં જોયાં છે અને આ વર્ષે મને પણ મતદાન કરવાની તક મળતાં હું પોતાને ભાગ્યશાળી સમજી રહી છું. સરકારમાં મારા મતનું પણ બહુમૂલ્ય યોગદાન હશે. ચૂંટણી બાબતે સ્કૂલમાં સમજાવવામાં આવ્યું હતું, પણ હવે મારાં મમ્મી-પપ્પા સાથે મતદાન કરવા જઈશ એટલે મને મતદાન વિશે સવિસ્તર માહિતી આપી છે ત્યારે મને પણ વિચાર આવ્યો કે ખરેખર મતદાન આપણો અધિકાર છે અને આપણા મત દ્વારા એક સરકાર બને છે જેથી રાજ્ય અને દેશ ચાલે છે. દેશને વધારે પ્રગતિશીલ, ગતિશીલ બનાવવા અનેક પ્રયાસ ચોક્કસ થઈ જ રહ્યા છે, પરંતુ આપણી ભારતીય સંસ્કૃતિનું જતન થાય એ પણ એટલું જ જરૂરી છે. OTT પ્લૅટફૉર્મની વેબ-સિરીઝ અને ફિલ્મો વડીલો સાથે જોઈ ન શકીએ એનો અર્થ શું? સરકાર આ મામલે કેમ સખતાઈ વર્તી શકતી નથી? ફિલ્મોથી આવનારી જનરેશન પર આડઅસર ચોક્કસ પડે છે એટલે મારા વોટના બદલામાં સરકાર ફિલ્મી જગતની અશ્લીલતા પર અંકુશ મૂકે જેથી આખા પરિવાર સાથે સારો સમય પસાર કરતી વખતે ફિલ્મો પણ જોઈ શકાય.’
- પ્રીતિ ખુમાણ ઠાકુર

mumbai news mumbai gujaratis of mumbai Lok Sabha Election 2024