News In Shorts: સ્ટેટ બોર્ડે SSC અને HSCની એક્ઝામની તારીખ જાહેર કરી

18 September, 2026 09:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

HSCની રિટન એક્ઝામ ૨૦૨૭ની ૮ ફેબ્રુઆરીથી ૧૬ માર્ચ દરમ્યાન લેવાશે, જ્યારે SSCની રિટન એક્ઝામ ૧૫ ફેબ્રુઆરીથી ૧૧ માર્ચ દરમ્યાન લેવાશે.

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઑફ સેકન્ડરી ઍન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન (MSBSHSE)એ અેની સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ (SSC)ની ૧૦મા ધોરણની અને હાયર સેકન્ડરી સર્ટિફિકેટ (HSC)ની ૧૨મા ધોરણની એક્ઝામની તારીખો જાહેર કરી છે. HSCની રિટન એક્ઝામ ૨૦૨૭ની ૮ ફેબ્રુઆરીથી ૧૬ માર્ચ દરમ્યાન લેવાશે, જ્યારે SSCની રિટન એક્ઝામ ૧૫ ફેબ્રુઆરીથી ૧૧ માર્ચ દરમ્યાન લેવાશે.

મુંબઈગરાએ લીધો સ્વસ્થ રહેવાનો સંકલ્પ

બિનચેપી બીમારીઓથી પીડાતા દરદીઓની સંભાળ લેવા બાબતે મુંબઈગરાઓએ ગઈ કાલે વર્લ્ડ પેશન્ટ સેફ્ટી ડેના દિવસે સંકલ્પ કર્યો હતો. હિન્દુજા હૉસ્પિટલમાં યોજાયેલા આ સિગ્નેચર કૅમ્પેનને લોકોએ ભરપૂર પ્રતિસાદ આપ્યો હતો. એમાં રેગ્યુલર હેલ્થ ચેક-અપ, હેલ્ધી લાઇફસ્ટાઇલ, ફૅમિલી મેમ્બર્સનો સપોર્ટ અને પાર્ટનર ઇન માય ઓન કૅરના મુદ્દે લોકોએ સમર્થન જતાવી એ દરેક વિભાગમાં સિગ્નેચર કરીને સામાજિક જવાબદારી બતાવી હતી. તસવીર : શાદાબ ખાન

mumbai news mumbai maharashtra government maharashtra news maharashtra