ન્યૂઝ શોર્ટમાં: મુંબઈમાં ૮ વર્ષ પછી વૃક્ષોની ગણતરી થશે

17 April, 2026 07:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૧૮માં મુંબઈમાં ૩૩.૭ લાખ વૃક્ષો નોંધાયાં હતાં

બીએમસી હેડક્વૉર્ટર

BMC દ્વારા આવતા સપ્તાહથી મુંબઈમાં વૃક્ષોની ગણતરી શરૂ કરવામાં આવશે. ચોમાસા પૂર્વેની તૈયારીના ભાગરૂપે આ કવાયત આશરે ૮ વર્ષના લાંબા સમયગાળા પછી હાથ ધરવામાં આવશે.
આ ગણતરીપ્રક્રિયા પૂર્ણ કરતાં અંદાજે દોઢ વર્ષ લાગશે. છેલ્લે ૨૦૧૮માં વૃક્ષોની ગણતરી કરવામાં આવી હતી જેમાં આરે કૉલોની સહિત મુંબઈભરમાં અંદાજે ૩૩.૭ લાખ વૃક્ષો નોંધાયાં હતાં.
આ પ્રોજેક્ટ સંદર્ભે તાજેતરમાં ભાયખલા ઝૂ ખાતે વૃક્ષોની ગણતરી અને વૈજ્ઞાનિક પદ્ધતિથી ડાળીઓ કાપવા વિશેની એકદિવસીય વર્કશૉપનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાર્ડનના સુપરિન્ટેન્ડેન્ટ જિતેન્દ્ર પરદેશીએ જણાવ્યું હતું કે આ વખતે વૃક્ષોની ગણતરીમાં નિષ્ણાતોની મદદ લેવામાં આવશે અને અત્યાધુનિક ટેક્નૉલૉજીનો ઉપયોગ કરવામાં આવશે.

ભયંકર આગ

ગોરેગામ-વેસ્ટના મોતીલાલનગર નંબર બેમાં આવેલી નિધિ ડેકોરેટરની શૉપમાં ગઈ કાલે સવારે ૯.૨૫ વાગ્યે આગ ફાટી નીકળી હતી. એમાં ડેકોરેશનનું મટીરિયલ બળીને ખાખ થઈ ગયું હતું.

mumbai news mumbai brihanmumbai municipal corporation environment