ન્યૂઝ શોર્ટમાં: આજે સેન્ટ્રલમાં મેગા બ્લૉક

10 May, 2026 09:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાર્બર લાઇન અને વેસ્ટર્ન લાઇનમાં આજે બ્લૉક રાખવામાં આવ્યો નથી.

પ્રતીકાત્મક તસવીર

સેન્ટ્રલ રેલવેમાં રેગ્યુલર મેઇન્ટેનન્સ વર્ક માટે આજે મેગા બ્લૉક લેવામાં આવ્યો છે. માટુંગાથી  મુલુંડ દરમ્યાન ફાસ્ટ ટ્રૅક પર સવારે ૧૧.૦૫ વાગ્યાથી બપોરે ૩.૪૫ વાગ્યા સુધી બ્લૉક રહેશે. એથી આ સમય દરમ્યાન ફાસ્ટ ટ્રેનો સ્લો ટ્રૅક પર દોડાવવામાં આવશે. ટ્રાન્સ-હાર્બર લાઇનમાં થાણેથી નેરુળ દરમ્યાન સવારના ૧૧.૧૦ વાગ્યાથી સાંજના ૪.૧૦ વાગ્યા સુધી બ્લૉક રહેશે. એથી બન્ને તરફની આવતી અને જતી ટ્રેનો બંધ રહેશે. હાર્બર લાઇન અને વેસ્ટર્ન લાઇનમાં આજે બ્લૉક રાખવામાં આવ્યો નથી.

મુંબઈના મેયર ડેવલપમેન્ટ ફન્ડમાં અભૂતપૂર્વ વધારો - ૨૫૦ કરોડ રૂપિયાનું ફન્ડ ફાળવવામાં આવ્યું
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની શુક્રવારની સામાન્ય સભામાં હાઉસે ઔપચારિક રીતે ૨૫૦ કરોડ રૂપિયાના મેયર ડેવલપમેન્ટ ફન્ડને મંજૂરી આપી હતી, જે BMCના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી વધુ ફાળવણી છે. આ પહેલાં મેયર ફન્ડ ૧૦૦ કરોડથી ૨૦૦ કરોડ રૂપિયાની રેન્જમાં રહેતું હતું. મેયરની ભલામણોના આધારે આ ફન્ડ કૉર્પોરેટરોને વહેંચવામાં આવશે. 

મુંબઈમાં ૧૬૨ ઠેકાણે ખુલ્લામાં કચરો ફેંકવામાં આવી રહ્યો છે

મુંબઈના સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટ અને સ્વચ્છતાની સ્થિતિની સમીક્ષા કરવા માટે મ્યુનિસિપલ કમિશનર અશ્વિની ભિડેએ દર અઠવાડિયે વહેલી સવારે ઇન્સ્પેક્શન શરૂ કર્યાના અઠવાડિયા પછી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ શહેરમાં કચરાનાં ૧૬૨ હૉટસ્પૉટ અને કચરો ભેગો થતા પૉઇન્ટ ઓળખી કાઢ્યાં છે જ્યાં ખુલ્લામાં વારંવાર કચરો ડમ્પ થતો હોવાનું નોંધાઈ રહ્યું છે. BMCના અધિકારીઓએ જણાવ્યું હતું કે છેલ્લાં કેટલાંક અઠવાડિયાંમાં નિરીક્ષણો દરમ્યાન અને નાગરિકોના પ્રતિસાદ દ્વારા આ સ્થાનો ઓળખવામાં આવ્યાં હતાં. આમાંનાં ઘણાં સ્થળોએ રહેવાસીઓ ખુલ્લામાં કચરો ફેંકી રહ્યા છે. BMCએ હવે વૉર્ડ ઑફિસોને નિર્દેશ આપ્યો છે જ્યાં આ હૉટસ્પૉટ આવેલાં છે એ સ્થળોને સાફ કરવાં અને ખાતરી કરવી કે ફરીથી એવાં ન બને. 

mumbai news mumbai central railway mumbai local train western railway trans harbour mega block