નવી બંધ દરવાજાવાળી લોકલ ટ્રેનનું પરીક્ષણ ઉત્તર પ્રદેશમાં થઈ રહ્યું છે

06 May, 2026 08:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રેલવે આ નવી ટ્રેનો દ્વારા લોકલ ટ્રેનના કૉરિડોર પર થતા અકસ્માતોની સંખ્યા ઘટાડવા માગે છે

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં ટૂંક સમયમાં દોડનારી ઑટોમૅટિક ક્લોઝ્‍ડ ડોરની સુવિધા ધરાવતી નૉન-ઍર-કન્ડિશન્ડ (AC) લોકલ ટ્રેન મુંબઈ પહોંચી ગઈ છે, પણ એની ટ્રાયલ-રન ઉત્તર પ્રદેશમાં થઈ રહી છે.
મુંબઈના રેલવે-ટ્રૅક ૨૪ કલાક વ્યસ્ત રહે છે. અહીં પરીક્ષણ કરવાથી ટ્રેન-વ્યવહાર ખોરવાઈ શકે એમ હોવાથી રેલવેના અધિકારીઓએ નવી લોકલ ટ્રેનની ટ્રાયલ-રન માટે ઉત્તર પ્રદેશના ખજૂરાહો-મહોબા રૂટની પસંદગી કરી છે. આ રૂટ પર ટ્રેનના ડેટા અને સુરક્ષાનાં પાસાંઓનું સચોટ વિશ્લેષણ કરી શકાશે.

રેલવે આ નવી ટ્રેનો દ્વારા લોકલ ટ્રેનના કૉરિડોર પર થતા અકસ્માતોની સંખ્યા ઘટાડવા માગે છે. નૉન-AC ટ્રેનોમાં પ્રથમ વાર ઑટોમૅટિક દરવાજા હશે જેથી ચાલતી ટ્રેનમાં ચડવા કે ઊતરવાની દુર્ઘટનાઓને અટકાવી શકાશે જે મુખ્ય વિશેષતા છે.

mumbai news mumbai mumbai local train mumbai trains mumbai suburbs mumbai transport