ટિકિટ વગર પેડલરોને કૉન્સર્ટમાં એન્ટ્રી આપનાર બાઉન્સરની કરાઈ ધરપકડ

20 April, 2026 01:00 PM IST  |  Goregaon | Gujarati Mid-day Correspondent

નેસ્કોમાં આયોજિત મ્યુઝિક કૉન્સર્ટ દરમ્યાન ડ્રગ્સના ઓવરડોઝથી બે વિદ્યાર્થીઓનાં મોતના કેસમાં મુંબઈ પોલીસે રવિવારે એક બાઉન્સરની ધરપકડ કરી હતી.

પ્રતીકાત્મક તસવીર

નેસ્કોમાં આયોજિત મ્યુઝિક કૉન્સર્ટ દરમ્યાન ડ્રગ્સના ઓવરડોઝથી બે વિદ્યાર્થીઓનાં મોતના કેસમાં મુંબઈ પોલીસે રવિવારે એક બાઉન્સરની ધરપકડ કરી હતી. આ બાઉન્સરે લાંચ લઈને ડ્રગ પેડલરોને ટિકિટ વગર કૉન્સર્ટમાં પ્રવેશ આપ્યો હતો. આ ધરપકડ સાથે જ હાઈ-પ્રોફાઇલ કેસમાં પકડાયેલા આરોપીઓની કુલ સંખ્યા ૧૦ પર પહોંચી ગઈ છે. વનરાઈ પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘પ્રદીપ ગુપ્તા કૉન્સર્ટમાં સિક્યૉરીટી ટીમનો ભાગ હતો. તેણે ડ્રગ પેડલર પાસેથી પ્રત્યેકદીઠ ૧૦૦૦ રૂપિયા લઈને તેમને ગેરકાયદે રીતે પ્રવેશ આપ્યો હતો. આ પેડલરો પાસે કૉન્સર્ટની કોઈ ટિકિટ નહોતી.

mumbai news mumbai Crime News mumbai crime news goregaon mumbai police