મુંબઈ ટ્રાન્સ-હાર્બર લિન્કનું ૭૬ ટકા કામ પૂરું થઈ ગયું

14 April, 2022 10:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રોજેક્ટના અમલીકરણનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે

મુંબઈ ટ્રાન્સ-હાર્બર લિન્ક

મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટીના (એમએમઆરડીએ) જણાવ્યા પ્રમાણે મુંબઈ ટ્રાન્સ-હાર્બર લિન્કનું ૭૬ ટકા કામ પૂરું થયું છે તેમ જ સપ્ટેમ્બર ૨૦૨૩ સુધી તમામ કામ પૂરું થઈ જવાનો અંદાજ છે. એમએમઆરડીએ દ્વારા જપાન ઇન્ટરનૅશનલ કો-ઑપરેશન એજન્સીના ભંડોળની સહાયથી ૨૧.૮ કિલોમીટરના સિક્સ લેન પ્રોજેક્ટના અમલીકરણનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. હાલ ત્રણ અલગ-અલગ તબક્કામાં એનું નિર્માણકાર્ય ચાલે છે. બ્રિજના નિર્માણ માટે પહેલાં અસ્થાયી બ્રિજ પણ બનાવવામાં આવ્યા હતા. 

mumbai mumbai news mumbai metropolitan region development authority