ક્રેન ખરાબ થઈ ગઈ, છત્રપ‌તિ શિવાજી મહારાજના પૂતળાને હાર પહેરાવવા ઉપર ચડેલા નેતા ફસાયા

10 August, 2024 12:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાદમાં ટ્રૉલી હળવેકથી નીચે આવી ગઈ હતી એટલે કોઈને ઈજા નહોતી થઈ.

ક્રેનની ટ્રૉલીમાં ફસાઈ ગયેલા શરદ પવાર જૂથના નેતાઓ.

નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-શરદચંદ્ર પવાર)ના પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલ, સંસદસભ્ય અમોલ કોલ્હે, રોહિણી ખડસે અને મેહબૂબ શેખ ગઈ કાલે શિવનેરી કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજના પૂતળાને હાર પહેરાવવા માટે ક્રેનમાં ઉપર ચડ્યા હતા ત્યારે ક્રેન ખરાબ થઈ જતાં ત્રણેય નેતા મુશ્કેલીમાં મુકાયા હતા. શિવાજી મહારાજના પૂતળાને હાર ચડાવીને ટ્રૉલી અડધે સુધી નીચે આવી હતી ત્યારે ક્રેન તૂટી હતી. આથી ચારેય નેતા નીચે પડી જાય એવી સ્થિતિ ઊભી થઈ હતી. જોકે બાદમાં ટ્રૉલી હળવેકથી નીચે આવી ગઈ હતી એટલે કોઈને ઈજા નહોતી થઈ. નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી દ્વારા ગઈ કાલથી શિવસ્વરાજ્ય યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે પહેલા જ દિવસે આ ઘટના બની હતી.

mumbai news mumbai nationalist congress party sharad pawar political news