વાહનોના VIP નંબર વેચીને નવી મુંબઈ RTOને થઈ ૧૧.૨૧ કરોડ રૂપિયાની આવક

14 April, 2026 08:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વાહનોની ખરીદીમાં વધારો થયો છે અને સાથે જ વાહનો માટે આકર્ષક અને પ્રતિષ્ઠિત ગણાતા VIP નંબર મેળવવાનો ક્રેઝ પણ વધી રહ્યો છે

પ્રતીકાત્મક તસવીર

વાહનોની ખરીદીમાં વધારો થયો છે અને સાથે જ વાહનો માટે આકર્ષક અને પ્રતિષ્ઠિત ગણાતા VIP નંબર મેળવવાનો ક્રેઝ પણ વધી રહ્યો છે.

નવી મુંબઈ સબ-રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO)ના આંકડા મુજબ એપ્રિલ ૨૦૨૫થી માર્ચ ૨૦૨૬ના સમયગાળા દરમ્યાન ૭૧૨૯ વાહનમાલિકોએ VIP નંબર લીધા છે, જેમાંથી RTOને ૧૧.૨૧ કરોડ રૂપિયાની આવક થઈ છે. આને કારણે આ વિભાગની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે.

સરકાર VIP નંબરો માટે વધારાની ફી વસૂલ કરતી હોવા છતાં નાગરિકોનું આ નંબરો પ્રત્યે આકર્ષણ ઓછું થયું નથી. એનાથી વિપરીત VIP નંબરોને સ્ટેટસ-સિમ્બૉલ તરીકે જોવામાં આવતા હોવાથી એની માગણી સતત વધી રહી છે. ખાસ કરીને ઑનલાઇન હરાજી સિસ્ટમને કારણે નંબર મેળવવાની પ્રક્રિયા સરળ બની છે અને રસ ધરાવતા વાહનમાલિકો મોટી રકમ ચૂકવવા પણ તૈયાર હોય છે.

VIP નંબરોની કિંમત
૧ (ફોર-વ્હીલર ૪ લાખ રૂપિયા, ટૂ-વ્હીલર ૫૦,૦૦૦ રૂપિયા) 
૯, ૯૯, ૭૮૬, ૯૯૯, ૯૯૯૯ (ફોર-વ્હીલર ૧.૫૦ લાખ, ટૂ-વ્હીલર ૨૦,૦૦૦) 
૨, ૩, ૪, ૫, ૬, ૭, ૮, ૧૦, ૧૧, ૨૨, ૩૩, ૪૪, ૫૫, ૬૬, ૭૭, ૮૮ (ફોર-વ્હીલર ૫૦,૦૦૦, ટૂ-વ્હીલર ૧૦,૦૦૦) 

mumbai news mumbai navi mumbai regional transport office mumbai transport