✕

કાર્ગોનો ભાર નવી મુંબઈ ઍરપોર્ટના માથે તો નાખ્યો, પણ અસુવિધાઓનો રાફડો

02 November, 2026 09:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અહીં મોટા કાર્ગો માટે ક્રેન નથી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, કાર્ગોને સાચવીને રાખવા માટે શેડ નથી જેને કારણે એને સુરક્ષિત રાખી નથી શકાતો

ફાઇલ તસવીર

છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ (CSMIA) પરથી ઇન્ટરનૅશનલ કાર્ગોના ટ્રાન્સપોર્ટના ભારને ઓછો કરવા માટે નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર કાર્ગો ઉતારવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જોકે નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર કાર્ગો ટ્રાન્સપોર્ટ માટે જરૂરી પાયાભૂત સુવિધાઓ ન હોવાને કારણે કાર્ગો ઇન્ડસ્ટ્રીને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. 
અહીં કાર્ગો લોડ-અનલોડ કરવા માટેની અને ક્રેન જેવી અનેક મૂળભૂત વ્યવસ્થા નથી. એક ઍર કાર્ગો એજન્ટે તેમની સમસ્યાઓ વિશે કહ્યું હતું કે ‘અહીં કાર્ગો વિમાન માટે જોઈએ એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. આ સિવાય પૂરતો મેનપાવર અને પાયાભૂત સુવિધાઓ પણ નથી જેને કારણે અમુક ઍરલાઇન્સ દ્વારા અહીં કાર્ગો ઉતારવાની-લઈ જવાની સર્વિસ શરૂ કરવામાં વિલંબ થઈ 
રહ્યો છે.’ 

મુખ્ય મુશ્કેલીઓ
અહીં મોટા કાર્ગો માટે ક્રેન નથી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, કાર્ગોને સાચવીને રાખવા માટે શેડ નથી જેને કારણે એને સુરક્ષિત રાખી નથી શકાતો અને વરસાદમાં ભીંજાઈ જવાનો પણ ભય રહે છે. મેનપાવર ઓછો હોવાથી 
કાર્ગોના વર્ગીકરણમાં, એને શોધવામાં તથા એના વિતરણમાં ઘણો સમય લાગે છે જેની અસર કાર્ગોના ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ પર થાય છે.

mumbai news mumbai navi mumbai airport chhatrapati shivaji international airport