05 May, 2026 07:40 AM IST | Pune | Gujarati Mid-day Correspondent
આરોપી નરાધમ
પુણેના ભોર તાલુકાના નસરાપુરમાં માત્ર સાડાત્રણ વર્ષની બાળકી પર બળાત્કાર કરીને તેની હત્યા કરનાર નરાધમ આરોપીનો પરિવાર પણ કહે છે તેને મારી નાખો. આરોપીની પત્નીએ કહ્યું કે ‘જ્યાં ઘટના બની હતી ત્યાં જ મારા પતિને કચડીને મારી નાખો. મારાં ૧૧ પૌત્ર-પૌત્રી છે. હું પણ કોઈકની માતા છું. ૧૦ વર્ષથી અમારો તેની સાથે કોઈ સંપર્ક નથી. તે ઘરે પણ આવતો નથી.’
આરોપીની પત્નીએ તેનાં અગાઉનાં કારનામાં ઉઘાડાં પાડતાં કહ્યું હતું કે ‘જ્યારે તેણે ૬૫ વર્ષની મહિલા પર બળાત્કાર કર્યો હતો ત્યારે મારા પેટમાં બાળક હતું. જોકે તેણે મારી દીકરી સાથે કુકર્મ કર્યું હોવાના ગામલોકોએ કરેલા દાવા ખોટા છે.’
આરોપીના દીકરાએ પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે ‘હું સરકારને અપીલ કરું છું કે મારા પિતાને શક્ય એટલી વહેલી તકે ફાંસીની સજા સંભળાવવામાં આવે. મારું મોટું દુર્ભાગ્ય છે કે હું તેમનો દીકરો છું. તેણે પણ પેલી છોકરી જેટલી પીડા સહન કરવી જોઈએ. તેને લોકોના હવાલે કરીને કચડીને મારી નાખવો જોઈએ.’