25 June, 2025 11:17 AM IST | Nashik | Gujarati Mid-day Correspondent
નાશિકની ગોદાવરી નદીમાં આ સીઝનમાં બીજી વાર પૂર આવ્યું
નાશિકમાં લગાતાર થઈ રહેલા વરસાદને કારણે ગંગાપુર બંધ છલકાઈ ઊઠ્યો છે જેને કારણે સોમવારે બપોરે બે વાગ્યે ગંગાપુર ડૅમમાંથી ૬૧૬૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું જેને કારણે ગોદાવરીમાં આ સીઝનમાં બીજી વાર પૂર જેવી સ્થિતિ નિર્માણ થઈ હતી. નદીકિનારાના વિસ્તારો પાણીમાં ગરક થઈ ગયા હતા. જોકે આ પહેલાં નદીની આસપાસ રહેતા નાગરિકોને સ્થળાંતરિત કરવાની સૂચના આપી દેવામાં આવી હતી. ગોદાવરી નદીનું પાણી શહેરમાં ઠેર-ઠેર ફરી વળતાં મંદિરો અને ચોરાહા અડધોઅડધ પાણીમાં ડૂબી ગયાં હતાં.