અસ્વચ્છતા રાખવા બદલ મુંબઈગરાઓએ પાંચ મહિનામાં ૯૦,૨૨,૬૨૬ રૂપિયા દંડ ભર્યો

03 September, 2026 10:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઘર કે દુકાનનો પરિસર ચોખ્ખો ન રાખવા બદલ BMCએ સૌથી વધુ ૩૫ લાખ રૂપિયા દંડ વસૂલ કર્યો

પ્રતીકાત્મક તસવીર

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ નવા સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટ બાય-લૉઝ અમલમાં આવ્યા બાદ કચરો ફેંકવા તથા અસ્વચ્છતા અને બાંધકામનો કાટમાળ ઠાલવવા સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. પહેલી એપ્રિલથી ૩૧ ઑગસ્ટ સુધીના પાંચ મહિનાના સમયગાળા દરમ્યાન BMCએ ૫૨૫૬ કેસમાં કુલ ૯૦,૨૨,૬૨૬ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે.

દંડની સૌથી મોટી રકમ નાગરિકો અને સંસ્થાઓ દ્વારા પોતાના ઘર કે દુકાનની આસપાસનો પરિસર સ્વચ્છ ન રાખવા બદલ વસૂલ કરવામાં આવી છે. આ એક જ શ્રેણી હેઠળ ૩૫ લાખ રૂપિયાથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે, જેમાં માલિકો પાસેથી ૨૧.૬૪ લાખ રૂપિયા અને અન્ય જવાબદાર રહેવાસીઓ-વપરાશકર્તાઓ પાસેથી ૧૩.૩૯ લાખ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે.

વસૂલ કરેલા દંડની આંકડાબાજી 

પરિસર અસ્વચ્છ રાખવા બદલ : ૩૫ લાખ રૂપિયા
 રસ્તો, ફુટપાથ અને બગીચાઓ જેવાં જાહેર સ્થળોએ કચરો ફેંકવા માટે : ૧૧,૩૬,૯૫૦ રૂપિયા
 બાંધકામનો કાટમાળ : ૪૧૯ કેસમાં ૩૧,૬૪,૪૭૬ રૂપિયા દંડ 
 ઑગસ્ટ મહિનામાં ૧૨૫૦ કેસમાંથી ૨૦,૧૯,૫૩૧નો દંડ વસૂલ કરવામાં આવ્યો 
 ઑગસ્ટમાં અસ્વચ્છ પરિસર બાબતે ૪૯૨ કેસમાં ૮.૧૪ લાખ રૂપિયા દંડ
 ઑગસ્ટ મહિનામાં જાહેર સ્થળોએ કચરો નાખવાના ૩૨૮ કેસમાં ૧.૭૪ લાખ રૂપિયા દંડ
 ઑગસ્ટ મહિનામાં કચરો અલગ-અલગ ન કરવા બદલ ૧૨૨ કેસમાં ૫૨,૯૦૦ રૂપિયા દંડ
 કાટમાળના નિકાલના નિયમોના ભંગ બદલ ઑગસ્ટમાં ૬૫ કેસમાં ૮.૫૩ લાખ રૂપિયા દંડ વસૂલ કર્યો

mumbai news mumbai brihanmumbai municipal corporation